અમદાવાદ શહેર સાયબર ક્રાઇમબ્રાંચ ની જાહેર જનતાને ફોન થી છેતરપિંડી કરતાં તત્વો થી બચવા અપીલ. - At This Time

અમદાવાદ શહેર સાયબર ક્રાઇમબ્રાંચ ની જાહેર જનતાને ફોન થી છેતરપિંડી કરતાં તત્વો થી બચવા અપીલ.


આજ કાલ ડીજીટલ એરેસ્ટના બનાવો ખુબજ બનવા લાગેલ છે. જેમા ફ્રોડસ્ટર મોટા ભાગે સિનીયર સીટીઝન વ્યકતીઓને ટાર્ગેટ કરતા હોય છે જેમા શરૂઆતમાં ફ્રોડ એકટીવીટી કરનાર વ્યકતીઓ ભોગબનનાર ને ફોન કરી પોતે સી.બી.આઇ, ઇ.ડી, પોલીસ બની બોલતા હોવાની ખોટી ઓળખ આપી તેમના નામના આધારકાર્ડ ઉપર પાર્સલ આવેલ હોવાનુ જેમા ડ્રગ્સ અને અન્ય સંદીગધ વસ્તુઓ મળેલ છે તેવી હકીકત જણાવી અથવા ભોગબનનાર નો આધારકાર્ડના ઉપયોગથી બેંક એકાઉન્ટ ખુલેલ છે જેમા મનીલોંડરીંગ જેવી પ્રવુતી થયેલ છે અને જે બાબતે તેમના વિરૂધ્ધ ગુનો દાખલ થયેલ છે જેમા તેમને એરેસ્ટ કરવામાં આવશે તેવી અલગ અલગ પ્રકારની ધમકી આપી તેમને બાદમાં વિડીયો કોલ ઉપર તપાસમાં સાથ સહકાર આપવા જણાવે છે તેમજ આ કેસ બાબતે કોઇને જાણ નહીં કરવા ધાક ધમકી આપે છે અને ત્યાર બાદ ભોગબનનાર ને તેમનુ ઓનલાઇન નિવેદન લેવામાં આવશે તેવી હકીકત જણાવી તેમની પાસેથી તેમના બેંક ખાતાઓની અને તેમા રહેલ બેલેન્સ વિશે માહિતી મેળવી બાદમાં આ પૈસાનુ વિરીફીકેશન કરવા માટે તે જે બેંક ખાતાની વિગત મોકલે તેમા ટ્રાન્સફર કરવા પડશે અને તે રકમ વેરીફીકેશનની કામગીરી પુર્ણ થતા ભોગબનનાર ને પરત મળી જશે તેવી હકીકત જણાવી પૈસા પોતે ઉપયોગ કરતા બેંક ખાતાઓમાં ટ્રાંન્સફર કરવી છેતરપીંડી કરતા હોય છે,

જે આ છેતરપીંડી કરવાની પ્રવુતી કરવા અપરાધી ભોગબનનારનો વિશ્વાસ કરે તે માટે સી.બી.આઇ, ઇ.ડી, આર.બી.આઇ, કોર્ટના નામના બનાવટી ડીજીટલ ડૉક્યુમેન્ટ મોકલે છે જેથી કોઇ પણ વ્યકતીને આવી કોઇ રીતે કોઇના ફોન આવે છે તો સાવધાન થાવ, તમારી બેંકની કોઇ હકીકત તેને નહીં જણાવો, કોઇ પૈસા તેના કહ્યા મુજબના ખાતામાં ટ્રાન્સફર નહી કરો,

કોઇ પણ રાજયની પોલીસ કે પછી સી.બી.આઇ કે પછી ઇ.ડી જેવી ભારત સરકારની કોઇ પણ સંસ્થા ક્યારે પણ કોઇ વ્યકતીને આવી રીતે ફોન કરી તેમને ફોન ઉપર એરેસ્ટ કરવાની કે તેમનુ ડીજીટલ નિવેદન કરવાની હકીકત જણાવતી નથી કે કોઇ પણ વ્યકતીને ડીજીટલ એરેસ્ટ કરતી નથી.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.