જિલ્લા કલેકટરશ્રી આશિષકુમારના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટ દ્વારા નવીન પહેલ હાથ ધરાઇ - At This Time

જિલ્લા કલેકટરશ્રી આશિષકુમારના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટ દ્વારા નવીન પહેલ હાથ ધરાઇ


ગોધરા ખાતે પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર ખેતપેદાશના વેચાણકેન્દ્રની શરૂઆત

પંચમહાલ, ગુરૂવાર :
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને ઓછા ખેતી ખર્ચમાં વધુ આવક મેળવે, જમીનની ફળદ્રુપતા અને સમગ્ર જીવસૃષ્ટિનું આરોગ્ય જળવાઈ રહે, તેમજ પર્યાવરણમાં સંતુલન બની રહે તે માટે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં એગ્રીકલ્‍ચરલ ટેકનોલોજી મેનેજમેન્‍ટ એજન્‍સી (આત્મા) પ્રોજેક્ટએ જિલ્‍લાકક્ષાએ ટકાઉ કૃષિ વિકાસ અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે. આત્મા પ્રોજેક્ટના વિવિધ માધ્યમો દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી, માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે.
જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી આશિષકુમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનું વ્યાપ વધે કે જેથી અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરાય, ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને એક સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બને, ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ અનાજ, કઠોળ તેમજ શાકભાજી જેવી ખેતપેદાશોનું સીધું ગ્રાહકોને વેચાણ થઈ શકે, ખરીફ ઋતુમાં વધુમાં વધુ હલકા ધાન્ય જેવા કે બંટી, બાવટો, કાંગ અને કોદો મીલીટ જેવા પાકોનું ખેડૂત દ્વારા મહત્તમ વાવેતર વધે તેવા હેતુથી આત્મા પ્રોજેક્ટ,પંચમહાલ દ્વારા દેશી ગાય અધારિત પ્રાકૃતિક ખેતીથી તૈયાર કરેલ સંપૂર્ણ પ્રાકૃતિક શાકભાજી, ફળો, અનાજ અને કઠોળનું ખેડૂતો દ્વારા સીધું ગ્રાહકોને વેચાણ કરી શકાય તે માટે જિલ્લા સેવા સદન, ગોધરા (કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ પાસે) વેચાણ સ્ટોલ શરૂ કરવામાં આવ્યુ છે.
આત્મા દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રાકૃતિક ખેતપેદાશોના આ વેચાણકેન્દ્ર દ્વારા કાલોલ તાલુકાના અડાદરા ગામના અજબસિંહ જાદવ દ્વારા તેમના ખેતરમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી પકવેલી ચોળીનું તથા ગોધરાના ટીંબા ગામના ખેડૂત છેલિયાભાઈ રાઠવા દ્વારા ટિંડોળા, કારેલા, દૂધી તેમજ બીજોરાનું વેચાણ કરવામાં આવ્યું હતું. આ વેચાણ સ્ટોલના ખેડૂતોને સામાન્ય બજારભાવ કરતા પણ વધારે ભાવ મળ્યો હતો. નોંધનીય છે કે આત્મા પ્રોજેક્ટ-પંચમહાલના ઉપક્રમે ગોધરાના સામાન્ય ગ્રાહકોને આરોગ્યસભર પ્રાકૃતિક શાકભાજી મળી રહે તે માટે કલેકટર કચેરી (જિલ્લા સેવા સદન), ગોધરાના મુખ્ય ગેટ પાસે પ્રાકૃતિક ખેતીથી ઉગવેલ શાકભાજીના વેચાણ માટે સ્ટોલ ઊભો કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે પ્રાકૃતિક ખેતીમાં દ્વારા ઉગાડવામાં આવેલ ખેતપેદાશમાં કોઇપણ પ્રકારનું રાસાયણીક ખાતર કે દવા ન હોવાથી તે ગ્રાહકો માટે આરોગ્યપ્રદ બની રહે છે અને આવી પેદાશોનું વેચાણ કરનાર ખેડૂતને પણ બજારભાવ કરતા વધુ ભાવ મળતો હોવાથી ફાયદો થાય છે.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.