CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલો મોબાઈલ તેના મૂળ માલિકને પરત કરતી બાકોર પોલીસ
ગુજરાત પોલીસ દ્વારા "'તેરા તુજકો અર્પણ " કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીની કિંમતી ચીજવસ્તુઓ ગુમ ચોરી થયેલ હોય તેને શોધી આપીને તેમને પરત કરવામાં આવે છે. ત્યારે મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ ગુમ થયા અંગે અરજદાર પ્રવિણચંદ્ર દિનેશકુમાર સોલંકી. રહેવાસી મોટા ખાનપુર તાલુકો ખાનપુર જિલ્લો મહીસાગર જેઓએ અરજી આપી હતી.આ અરજી બાબતે બાકોર પોલીસ દ્વારા CEIR પોર્ટલની મદદથી તપાસ કરવામાં આવી હતી જેમાં આ મોબાઈલ એક્ટિવ થતાં તેને શોધી કાઢી મોબાઈલના મૂળ માલિક પ્રવિણચંદ્ર સોલંકીને બાકોર પોલીસ સ્ટેશન ખાતે બોલાવી ગુમ થયેલ મોબાઈલ oppo કંપની નો A78 જેની કિંમત 17,990 જે 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત મૂળ માલિકને પરત કરવામાં આવ્યો છે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.