પાવાગઢ ખાતે પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરાઈ
ગુજરાતી સંસ્કૃતિનો પ્રસર્યો વૈભવ,યુનેસ્કો દ્વારા થયું ગરબાનું ગૌરવ!
યુનેસ્કો (UNESCO) દ્વારા ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસો તરીકે માન્યતા આપવામા આવી
ગોધરા
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર,પંચમહાલ દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા'' તરીકે ‘‘ગુજરાતનો ગરબો’’ કાર્યક્રમ અંતર્ગત મળનાર વિશિષ્ટ સન્માનનું લાઈવ ટેલિકાસ્ટ કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાવાગઢ સ્થિત ચાંપાનેર રંગમંચ ખાતે યોજાયો હતો.આ તકે પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર વિશેષ ઉપસ્થિત રહયા હતા.
આપણી ગુજરાતી પરંપરામાં ગરબાનું વિશિષ્ટ સ્થાન છે. જેનાં ગૌરવમાં વધારો કરતાં યુનેસ્કો (UNESCO) ની યાદીમાં અમૂર્તની સુરક્ષા માટેની આંતર સરકારી સમિતિના ૧૮માં સત્રમાં ‘‘ગુજરાતના ગરબા’’ને ભારતમાંથી અમૂર્ત સાંસ્કૃતિક વારસો (ICH) તરીકે અંકિત થયેલ છે.જે આ યાદીમાં સામેલ થનાર ભારતની ૧૫મી (ICH) વિશેષતા હશે. નવી પેઢી ગરબાનું સાંસ્કૃતિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજે, ગુજરાતની આપણી આ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું જતન અને સંવર્ધન થાય, તેવા શુભ આશયથી ‘ગુજરાતના ગરબા”ની ઉજવણી કાર્યક્રમ જિલ્લા કક્ષાએ યોજાયો હતો.
લાઈવ પ્રસારણ નિહાળ્યા બાદ “ગુજરાતના ગરબા “થીમ હેઠળ અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.જિલ્લા કલેકટરશ્રીએ આ સિદ્ધિને ઐતિહાસિક ગણાવી હતી.આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એચ.ટી.મકવાણા,જિલ્લા રમત ગમત યુવા અધિકારીશ્રી પારગી,મામલતદારશ્રી બી.એમ.જોશી સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર , વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.