મયૂર સાથે 4 વર્ષથી સંબંધ હોવાની સલમાની કબૂલાત. - At This Time

મયૂર સાથે 4 વર્ષથી સંબંધ હોવાની સલમાની કબૂલાત.


તું પૈસા નહીં આપે તો મારી પત્નીને તલાક આપી દઇશ અને તે પછી તારા ઘેર આવીને રહેશે , તેમ કહી દરવેશ મલેક મયુર પટેલને બ્લેકમેલ કરતો હોવાનું તપાસમાં સપાટી પર આવ્યું છે . સંવેદનશીલ વિસ્તારમાં મયુર પટેલના ભેદી સંજોગોમાં થયેલા અપમૃત્યુના સંબંધમાં મૃતકને બ્લેકમેઇલ કરનાર દરવેશ મલેક સામે ગુનો દાખલ કરી સિટી પોલીસે તપાસ હાથ ધરી છે . બીજી બાજુ દરવેશની પત્નીએ કબૂલાત કરી કે , તેને મયુર સાથે 4 વર્ષથી સંબંધ હતો .સંવેદનશીલ વિસ્તારમાં દુકાન ધરાવતા અને નજીકના જ વિસ્તારમાં રહેતા મયુર દિપકભાઇ પટેલનું ગુરુવારે ભેદી સંજોગોમાં મોત થયું હતું . તેના પિતા દિપકભાઇએ જણાવ્યું કે , મયુરને ગભરામણ થતાં તેને પહેલાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા . જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો . મયુરના મોતના સમાચાર જાણી તેનો જાવેદ ગરાસિયા નામનો મિત્ર આવ્યો અને તેણે મયુરની અંતિમ ચિઠ્ઠી અને તેણે દરવેશ મલેક નામના વ્યક્તિને ઓનલાઇન રૂપિયાના ટ્રાન્જેક્શનના ફોટા બતાવ્યા હતા .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.