બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં રોજીદ લઠ્ઠાકાંડ નાં પડઘા સુરેન્દ્રનગરના ચચાણા ખાતે પડ્યા - At This Time

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં રોજીદ લઠ્ઠાકાંડ નાં પડઘા સુરેન્દ્રનગરના ચચાણા ખાતે પડ્યા


બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં રોજીદ લઠ્ઠાકાંડ નાં પડઘા સુરેન્દ્રનગરના ચચાણા ખાતે પડ્યા
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં રોજીદ લઠ્ઠાકાંડ નાં પડઘા સુરેન્દ્રનગરના ચચાણા ખાતે પડ્યા.સુરેન્દ્રનગર જિલ્લાના ચચાણા ગામના એક વ્યક્તિનું લઠ્ઠાકાંડમાં મોત નીપજ્યું હતું
બોટાદ જિલ્લાના રોજીદ ખાતે ઝેરી લઠ્ઠાકાંડ ની અસર અનેક લોકોને થઈ છે.જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચચાણા ગામનાં વતની જેવો ખેત મજૂરી કામ અર્થે ભીમનાથ ગામેગયાં હતાં. તેઓ લઠ્ઠાકાંડનો ભોગ બન્યા.ચચાણા ગામનાં દેવીપુજક દિપકભાઈ ભાવાભાઈભોચિયાપોતેભીમનાથ ગામ ખાતે ખેતીકામની મંજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતાં હતાં અને પોતે પોલારપુર ગામે થી દારુ લાવતા હોય તેવો તેમના પરિવાર જનો દ્વારા આક્ષેપ લગાવ્યો છેલઠ્ઠાકાંડની તપાસ માટે એસ. આઇ. ટી ને તપાસ સોંપવામાં આવી છે દારૂ વેચનાર અને બનાવનાર બંને વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે પણ તપાસના ધમધમાટને અંતે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી સાચા અર્થમાં દારૂબંધી થશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામના વતની દીપકભાઈ ભાવાભાઈ ભોચિયા દેવિપૂજક જેવોધણા સમયથી ભીમનાથ ગામ ખાતે રહેતા હતા અને છૂટક મજૂરી કામ કરતા હોય અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય ત્યારે તેમના પરિવાર દ્વારાજણાવવામાં આવ્યું હતું કે તેઓ પોલારપુર ગામેથી દારૂ લાવી અને દારૂ પીતા હોય ત્યારે તેમને અચાનક જ ઉલટી થતાં તેમની તબિયત બગડી હતી જેથી તેમના પરિવારને જાણ કરી હતી કે પોતે પોલારપુર ગામેથી દારૂ લાવેલા અને તે દારૂ નું સેવન કરતાં તેમની તબિયત બગડી હતી તેમના પરિવાર જનો એ તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વધારે સારવાર માટે તેઓને ભાવનગર લઈ જવાયા હતા. ત્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું ત્યારે તેમના પરિવાર જનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.