મુંબઈથી હિંમતનગર શામળાજી ઉદયપુરની સીધી ટ્રેન માટે હજુ રાહ જોવી પડશે. મુંબઈથી સીધી હિંમતનગર શામળાજી ઉદયપુર ટ્રેન શરૂ થતાં હજુ
મુંબઈથી હિંમતનગર શામળાજી ઉદયપુરની સીધી ટ્રેન માટે હજુ રાહ જોવી પડશે. મુંબઈથી સીધી હિંમતનગર શામળાજી ઉદયપુર ટ્રેન શરૂ થતાં હજુ સમય લાગશે એવી માહિતી પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક મિશ્રાએ આપી હતી. મુંબઇ ખાતે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાની અધ્યક્ષતામાં યોજાયેલી ઝેડઆરયુસીસીની મીટિંગમાં સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારની રેલ સુવિધાઓ માટે વર્ષોથી પ્રયત્નશીલ પ્રફુલ્લ ઉપાધ્યાયે પોતાના એજન્ડા દ્વારા રજુ કરેલા મુદ્દામાં સમાવિષ્ટ મુંબઈથી સીધી અમદાવાદ હિંમતનગર શામળાજી ઉદયપુર ટ્રેનો માટે રેલવે દ્વારા સ્ટીરિયો ટાઇપ અને તથ્યથી વિપરીત અપાયેલા જવાબના સંદર્ભમાં આ મીટિંગમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પ્રફુલ્લ ઉપાધ્યાયની રજૂઆત હતી કે ગણા લાંબા સમયથી અસારવા ઉદયપુર જયપુર ઈન્દોર કોટા અજમેરની ટ્રેનો શરૂ થઈ ગઈ છે ત્યારે મુંબઈ અને મહારાષ્ટ્રમાં વસતા સાબરકાંઠા અરવલ્લી ડુંગરપુરના પ્રવાસીઓની રેલવે માર્ગે સીધા પોતાના વતન જવાનું સ્વપ્ન ક્યારે પૂરું થશે. આ સવાલના જવાબમાં ઉદયપુરના બીજા રૂટની ટ્રેનો દર્શાવવામાં આવી હતી જ્યારે રજૂઆત અમદાવાદ હિંમતનગર ડુંગરપુર ઉદયપુર રૂટની હતી. આ સંદર્ભે જનરલ મેનેજર મિશ્રાએ સમય મર્યાદા અને સીધી ટ્રેનો ક્યારે શરૂ થશે એના પ્રત્યુત્તરમા એટલું જ જણાવ્યું હતું કે સીધી સેવાઓ માટે હજુ રાહ જોવી પડશે. આ રૂટ પર અસારવા થી આગળ ઇલેક્ટ્રિફીકેશન ના હોવાથી અમદાવાદથી ડીઝલ એન્જિન જોડવું પડે એના સામે પ્રફુલ્લ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવેના અંતિમ સ્ટેશન હિંમતનગર સુધી ઇલેક્ટ્રિફીકેશનનું કામ ટૂંક સમયમાં પૂરું થઈ જશે પછી એન્જિન બદલવાની સમસ્યા રહેશે નહીં. મુંબઈથી હિઁમતનગર ટાઈલ્સ, ખેત પેદાશો, સાબર ડેરી અને બીજા ઉદ્યોગોનું હબ હોવા સાથે ઉત્તર ગુજરાતનું મોટું સેન્ટર હોવાને લીધે હિંમતનગર સુધી વંદે ભારત ટ્રેન દોડાવવાની રજૂઆત કરવામાં આવી હતી. આ સંદર્ભે જણાવવામાં આવ્યું હતું કે ટ્રેનો શરૂ કરવાના નિર્ણય રેલવે મંત્રાલય દ્વારા લેવામાં આવતા હોય છે. અમદાવાદ ઉદયપુર રેલ સુવિધાઓ માટે ટૂંક સમયમાં વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ સંદર્ભે વારંવાર પેપરોમાં ટ્રેનો શરૂ થવાના સમાચાર આવે છે અને રેલવે વિભાગ દ્વારા એના અનુસંધાને કોઈ પણ ખુલાસા કેમ કરવામાં આવતા નથી? મેમ્બર તરીકે સક્રિય હોવાથી અને વર્ષોથી અમદાવાદ ઉદયપુર રેલવે રૂટ અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં રેલવે સુવિધાઓ માટે કાર્યરત હોવાથી લોકોના ફોન આવે છે અને જવાબ આપીએ કે હજુ સમય લાગશે ત્યારે હાલમાં વર્તમાન પત્રોમાં આવેલા અને સોશિયલ મિડિયામાં ફરતા સમાચારનો હવાલો આપી પહેલી મેથી ગુજરાત મેઇલ હિંમતનગર સુધી જશે અને તમે કેમ જાણતા નથી એવા સવાલો કરી રહ્યા છે. આ સંદર્ભે રેલવેના અમદાવાદ ડીવીઝનના પીઆરઓ ને પણ અગાઉ આવેલા ન્યૂઝ મોકલવામાં આવ્યા હતા. આ માટે સત્તાવાર જાહેરાત અથવા આવા ન્યૂઝ માટે તાત્કાલિક ખુલાસા કરવા જોઈએ એવી રજૂઆત પ્રફુલ્લ ઉપાધ્યાય દ્વારા જનરલ મેનેજર અને કમિટીના અધ્યક્ષને કરવામાં આવી હતી આના પ્રત્યુત્તરમાં જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે અમદાવાદ અસારવા વચ્ચે રેલવેના કામ અને બુલેટ ટ્રેનનું કામ ચાલતું હોવાથી નજીકના સમયમાં મુંબઈથી સીધી રેલ સેવા શક્ય નથી. આના અનુસંધાને પ્રફુલ્લ ઉપાધ્યાયે કેટલા સમયમાં સીધો પેસેન્જર ટ્રેન વ્યવહાર શરૂ થશે અને પેપરોમા આવતા સમાચારોના અનુસંધાનમાં રેલવે દ્વારા અધિકારીક ખુલાસા અને ટ્રેન શરૂ થવાની વિગતો જાહેર કરવા જણાવેલ. આ સંદર્ભે પશ્ચિમ રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઑફિસર દ્વારા તાત્કાલિક ખુલાસા કરવામાં આવશે એમ જણાવવામાં આવ્યું હતું. આમ સાબરકાંઠા અરવલ્લી અને રાજસ્થાનના ડુંગરપુર અને ઉદયપુર સુધીના રેલરૂટ માટે આશા રાખીને બેઠેલા હજારો પ્રવાસીઓએ હજુ થોડો સમય રાહ જોવી પડશે. સમય બાબતે જનરલ મેનેજરે કોઈ ખુલાસો કર્યો ન હતો. આ માટે ટૂંક સમયમાં રૂબરૂ મુલાકાત કરવા જણાવેલ. અમદાવાદ ઉદયપુર સુધીનો ટ્રેન વ્યવહાર નિયમિત થઈ ગયો છે ત્યારે મુંબઈથી સીધી રેલ સુવિધા કયા કારણોસર ઉપલબ્ધ નથી કરાવવામા આવતી એની સ્પષ્ટતા કરવામાં આવી નથી. ટૂંક સમયમાં ઝેડઆરયુસીસી મેમ્બર તરીકેની મારી ફરજના ભાગરૂપ જાણકારી પ્રાપ્ત કરી કેટલો સમય હજુ લાગશે એની જાણકારી જાહેર માધ્યમો દ્વારા આપવામાં આવશે. સાબરકાંઠા અરવલ્લીની રેલ સુવિધાઓ અને સમસ્યાઓ માટે વર્ષોથી રેલવે તંત્રમાં જન પ્રતિનિધિ તરીકે સક્રિય હોવા સાથે હજારો લોકોનું સ્વપ્ન જલદી સાકાર થાય એ માટે અમે પ્રયત્નશીલ છીએ સાથે વારંવાર મીડિયા અને સોશિયલ મીડિયામા આવતા સમાચારો બાબતે રેલવે દ્વારા અધિકૃત રીતે પ્રસારિત કરવામાં આવેલી માહિતી આપવામાં આવશે. આ સિવાય બોરીવલી સહિતના રેલવે સ્ટેશનો ઉપર વારંવાર એસકેલેટર બંધ પાડવા સાથે ગંદકીના મુદા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. રેલવે સ્ટેશનો ઉપર કોચ પોઝીશન સાથે કોચ નંબર પણ ડિસ્પ્લે અથવા ફિક્સ્ડ ડિસ્પ્લે મુકવાની સાથે બોરીવલી અને બીજા ઘણાં સ્ટેશન ઉપર ટ્રેનની કોચ પોઝીશન બીજી ટ્રેન આવી જાય છે ત્યાં સુધી બદલાતી નથી અને એના લીધે કોચની જાણકારી ના હોવાને લીધે મુસાફરોમા અફરાતફરી મચી જાય છે. વિશેષ કરીને સિનિયર સિટીઝનો માટે મોટી સમસ્યા ઉભી થાય છે. આ સમસ્યાઓ માટે તાત્કાલિક એક્શન લેવાની ખાતરી જનરલ મેનેજરે આપી હતી. વિશેષ જાણકારી, પ્રવાસી સુવિધાઓ અને સમસ્યાઓના નિરાકરણ અને સલાહ સુચન માટે <a href="tel:9869445555">9869445555 નંબર ઉપર સંપર્ક કરી શકશો. પ્રફુલ્લ ઉપાધ્યાય- ઝેડઆરયુ સી સી મેમ્બર, વેસ્ટર્ન રેલવે. Mo <a href="tel:9869445555">9869445555.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.