શહેરમાં નંબર પ્લેટ સાથે ચેડાં કરી ઇ-મેમોથી બચી નહીં શકાય, નેત્રમની ટીમ સતત કરી રહી છે મોનીટરીંગ - At This Time

શહેરમાં નંબર પ્લેટ સાથે ચેડાં કરી ઇ-મેમોથી બચી નહીં શકાય, નેત્રમની ટીમ સતત કરી રહી છે મોનીટરીંગ


ગાંધીનગરના માર્ગો સીસીટીવી કેમેરાથી સજ્જ કર્યા બાદ પોલીસ દ્વારા વાહનચાલકો દ્વારા કરવામાં આવતા નિયમભંગ સામે ઇ-મેમો આપવામાં આવે છે. મેમોથી બચવા માટે કેટલાક વાહનચાલકો દ્વારા નંબરપ્લેટ પરના આંકડા પર સ્ટીકર ચોંટાડીને કે કપડું ઢાંકીને મેમોથી બચવાના પ્રયાસ કરતા જોવા મળે છે પરંતુ હવે આ તરકીબ સફળ નહીં નિવડે આવા વાહનના સાચા નંબર ઓળખીને તેના માલિકને મેમો ફટકારવા માટે કંટ્રોલ રૂમ નેત્રમ ખાતે ખાસ ટીમ કામ કરી રહી છે. નંબર પ્લેટ સાથે ચેડાં કરી સાચો નંબર છૂપાવનાર 179 વાહનચાલકોને શોધીને દંડવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.