ગરજે ગધેડા ને બાપ કહેવા માં શરમ શાની ? નેકાદમ ની કદર નહિ ને દુર્જનો ના સન્માન થતા ગામો ગામ જોયા છે - At This Time

ગરજે ગધેડા ને બાપ કહેવા માં શરમ શાની ? નેકાદમ ની કદર નહિ ને દુર્જનો ના સન્માન થતા ગામો ગામ જોયા છે


ગરજે ગધેડા ને બાપ કહેવા માં શરમ શાની ?

નેકાદમ ની કદર નહિ ને દુર્જનો ના સન્માન થતા ગામો ગામ જોયા છે

યોગ્ય વ્યક્તિ ઓનું સન્માન થાય ત્યારે ચોક્કસ ગૌરવ થાય કે સમાજ માં હકારાત્મક અભિગમ હયાત હોવા નો અહેસાસ થયા વગર ના રહે પણ તાજેતર માં ખૂબ જાણીતા બુટલેગર નું સન્માન અને એ પણ એજ જવાબદાર વ્યક્તિ દ્વારા થયું ત્યારે સાહિત્યકાર ની પંકતી સજ્જનો નું સન્માન અને દુર્જનો ને દંડ નહિ અમે તારા આ જગત માં અવનવા અંજામ જોયા છે દુર્જનો નું સન્માન અને સજ્જનો ની અવગણના અમે તારા આ જગત માં અવનવા અંજામ જોયા છે પ્રતિષ્ઠા દુર્જનો ને પામતા જોયા છે સજ્જનો ની અવગણના સરે આમ જોયા છે ખરેખર નેકાદમ ની કદર થતી નથી દુરાચારી ઓને પૂજાતા તો ગામો ગામ જોયા છે દુર્જનો ના સન્મામ થતા સરે આમ થતા જોયા છે
અહીં કોણ ભલા ને પૂછે છે ? અહીં કોણ બુરા ને પૂછે છે ? મતલબ થી બધા ને છે નિસબત અહીં ખરા ને કોણ પૂછે છે ? ગરજે ગધા ને પણ બાપ કહેવા માં શરમ શાની ? તાજેતર માં ભારતીય રાષ્ટ્રીય કિસાન મોરચા ના ફાયરબ્રાન્ડ નેતા ગોરધનભાઇ ઝડફિયા ના વરદહસ્તે બુટલેગર નું સન્માન ચર્ચા નો વિષય બન્યો ત્યારે અનેક રાજકીય પાર્ટી કે સેલિબ્રિટી ઓ કે ધાર્મિક સંસ્થા ના પ પૂ ધ ધુ સાથે કોઈ ક્રિમિનલ ના ફોટા આવે તો શું ? આવી વ્યક્તિ ઓની વિચારધારા સાથે રાજકીય નેતા ધર્મગુરુ ઓ કે સેલિબ્રિટી ઓ સંમત હોઈ જ એ વાત અહીં ગૃહિત ગણી એ તો પણ જેવા સાથે તેવા ભુમાફિયા ખડણીખોર કે દારૂ જુગાર ખાણખનીજ માફિયા રોયલ્ટી ચોર સાથે સરકાર ના મંત્રી ઓ પ્રધાનો ના ફોટા વારંવાર સોશ્યલ મીડિયા માં વાયરલ થતા રહે છે ત્યારે આવા અનિષ્ટ તત્વો સામે રાજકીય પક્ષ પાર્ટી ઓને સાન સુતક નો સબંધ ભલે ન હોય પણ રાજકીય સબંધ માં ફોટા કે આઇડેન્ટિ ઘણી વખત ઉપકારી નીવડે છે તંત્ર માટે એટલું તો પર્યાપ્ત છે કે આ ગુંડો રાજકીય પીઠબળ ધરાવે છે પછી ભલે ગોરધનભાઈ ઝડફીયા ને કોઈ સંપર્ક કે સબંધ ન હોય તો પણ અનિષ્ટ પ્રવૃત્તિ કરતા ઓને રાજકીય આશીર્વાદ વગર આવું શક્ય બને ન નહિ અમુક ક્રિમિનલ વ્યક્તિ ઓ પોલીસ ચોપડે વોન્ટેડ ગણાતી હોય પણ રાજકીય પાર્ટી ઓના સ્ટેજ ઉપર સન્માન પામતા હોય છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.