ઉના તાલુકાના નાથળ ગામે કાદી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ઈસમોને રૂપિયા ૧૯ હજારના મુદ્દામાલ સાથે પકડી પડતી ઉના પોલીસ - At This Time

ઉના તાલુકાના નાથળ ગામે કાદી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ઈસમોને રૂપિયા ૧૯ હજારના મુદ્દામાલ સાથે પકડી પડતી ઉના પોલીસ


તા .૨૪ / ૦૮ / ૨૦૨૨ નાથળ ગામે કાદી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં ચાર ઇસમોને રોકડ રૂપીયા ૧૯,૦૦૦ / - સાથે ઝડપી પાડતી ઉના પોલીસ ટીમ . નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દરસીંગ પવાર સાહેબશ્રી જુનાગઢ રેન્જ , જુનાગઢ તથા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી જી.બી.બાંભણીયા સાહેબ વેરાવળ વિભાગના માર્ગદર્શન હેઠળ પ્રોહી - જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત - નાબુદ કરવા સખત સુચના કરેલ .

ઉના પી.આઈ .શ્રી.એમ.યુ.મસી સાહેબ નાઓની સુચના મુજબ સર્વેલન્સ સ્કોર્ડ ના પોલીસના માણસોની ટીમો બનાવી પ્રોહી - જુગાર ઝડપી પાડવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ આજરોજ એ.એસ.આઇ. એચ.આર.ઝાલા તથા પો.હેડ.કોન્સ.પી.પી.બાંભણીયા તથા નિલેશભાઇ છગનભાઇ તથા વિશાલભાઇ અભેસીંગભાઇ તથા પો.કોન્સ.જસપાલસિંહ પ્રતાપભાઇએ રીતેના પો.સ્ટાફના માણસો ના.રા. પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. એચ.આર.ઝાલા તથા પો.હેડ.કોન્સ પી.પી.બાંભણીયા નાઓને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે નાથળ ગામે કાદી વિસ્તારમાં અમુક ઈસમો જાહેરમાં ગંજી પતાના પૈસા પાના વડે તીનપતી નામનો પૈસાની હાર - જીતનો જુગાર રમી રમાડે છે . તેવી હકિકત આધારે રેઇડ કરતા

( ૧ ) કાનાભાઇ ભગાભાઇ ગઢીયા કોળી ઉ.વ .૨૨ ધંધો - હીરાઘસુ રહે - નાથળ નિશાળની બાજુમાં તા.ઉના ( ૨ ) ભીખાભાઇ કાનાભાઇ બાંભણીયા કોળી ઉ.વ .૨૫ ધંધો - મજુરી રહે- નાથળ નવાપરા પ્લોટ વિસ્તાર તા - ઉના ( ૩ ) રાજશીભાઇ ડાયાભાઇ બાંભણીયા કોળી ઉ.વ .૬૦ ધંધો.મજુરી રહે.નાથળ નવાપરા પ્લોટ વિસ્તાર તા - ઉના ( ૪ ) ગોવિંદભાઇ રામભાઇ ગઢીયા કોળી ઉ.વ .૫૦ ધંધો - મજુરી રહે - નાથળ નવાપરા પ્લોટ વિસ્તાર તા.ઉના જી .ગીર - સોમનાથવાળાઓને જુગારના સાહીત્ય તથા રોકડ રૂ .૧૯,૦૦૦ / - ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેશ અંગેની સફળ રેઈડ કરવામાં આવેલ છે .

અને તે અંગે ઉના પો.સ્ટે.માં ગુ.ર.નં .૧૧૧૮૬૦૦૮૨ ૨૧૨૫૨/૨૦૨૨ જુ.ધા.ક .૧૨ મુજબ ગુન્હો રજી . કરાવેલ છે આ કામની તપાસ એ.એસ.આઇ. એચ.આર.ઝાલા ચલાવી રહ્યા છે .

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.