પ્રત્યક્ષ શિક્ષણ માટે એસ.બી.આઈ.બેન્ક કુંકાવાવ ની મુલાકાત લેતા વ્રજ વિદ્યાલયના વિદ્યાર્થીઓ... - At This Time

પ્રત્યક્ષ શિક્ષણ માટે એસ.બી.આઈ.બેન્ક કુંકાવાવ ની મુલાકાત લેતા વ્રજ વિદ્યાલયના વિદ્યાર્થીઓ…


પ્રત્યક્ષ શિક્ષણ માટે એસ.બી.આઈ.બેન્ક કુંકાવાવ ની મુલાકાત લેતા વ્રજ વિદ્યાલયના વિદ્યાર્થીઓ...
આજરોજ ધો.10 ના વિદ્યાર્થીઓએ અભ્યાસમાં આવતા બેન્કિંગ પ્રકરણ ની વિસ્તૃત સમજ માટે કુંકાવાવની બેંકની રૂબરૂ મુલાકાત લીધી હતી.આ સમયે બેન્ક મેનેજર શ્રી અનુરાગ મિત્તલ સાહેબે સૌને આવકારી અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ વિસ્તૃત જાણકારી આપી હતી.વિવિધ ખાતાઓના પ્રકાર.બેન્કમાંથી રકમ ઉપાડવા
મુકવાની કાર્યપધ્ધતિ તેના ફોર્મ
અન્ય ડીઝીટલ સુવિધાઓ,એટીએમ સેવા,પાસબુક એન્ટ્રી મશીન,તથા બેન્કના વિવિધ વિભાગોની માહિતી આપી હતી..આ
મુલાકાત સમયે વ્રજ એજ્યુકેશન ટ્રષ્ટ ના પ્રતિનિધિ શ્રી ઉદયભાઈ દેસાઈએ પણ હાજર રહી તેમના ખાતામાં વિવિધ કાર્યવાહી કરી લાઈવ માહિતી આપી હતી.આ સરસ મુલાકાતનું આયોજન આચાર્યશ્રી વિવેકભાઈ દીક્ષિતના માર્ગદર્શન નીચે વ્રજ વિદ્યાલયના મેડમ મીનાક્ષીબેન સોરઠીયા અને જાનકીબેન આસોદરીયાએ સફળ રીતે કર્યું હતું. મેનેજરશ્રી અનુરાગ મિત્તલ સર તથા બેન્ક સ્ટાફ આલોક સર અને બેન્ક મિત્ર રઘુભાઈનો આભાર માન્યો હતો..વિદ્યાર્થીઓ ને પણ ખૂબ મજા પડી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.