ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ સુત્રાપાડા તાલાળા તાલુકામાં જળબંબાકાર વરસાદે તાબાહી મચાવી વાહનચાલકો પરેશાન
ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ સુત્રાપાડા તાલાળા તાલુકામાં ગઈ રાત્રીનાં 22 ઇંચ જેટલો ભયંકર વરસાદ પડી જતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી આ વિસ્તારમાં જળબંબાકારની હાલત જોવાં મળી હતી જેમાં મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ તાલુકાનાં આજોઠા ગામથી ચાર પાંચ કિલોમીટર દૂર અને સુત્રાપાડા ફાટક પાસે અચાનક પુલ તૂટી પડતાં હજારો વાહનોનાં થપ્પા લાગી ગયેલાં જોવાં મળ્યાં હતાં જેમાં વેરાવળ જુનાગઢ હાઈવે બંધ થઈ જતાં અનેક એસ.ટી બસો અને અનેક ફોર વ્હીલર તેમજ ટુ વ્હીલર વાહનોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને વેરાવળ જુનાગઢનો સંપર્ક તુટી જતાં અનેક લોકોનાં કામો પણ અટકી પડ્યાં હતા જેમાં અનેક નીચાણ વાળા ગામો પણ જળબંબાકાર થઈ જતાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યાં એવા સમાચાર જાણવાં મળ્યા હતાં
જેમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયાં તેમજ મોટાપાયે નુકસાની વેઠવાનો વારો લોકોનો આવ્યો હતો અને અનેક જમીનોમાં જળબંબાકાર જોવાં મળ્યો હતો જેમાં ખેડૂતોની જમીન ધોવાણમાં બેટમાં ફેરવાઇ જતાં મોટી મુશ્કેલી મોટી નુકશાનીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે અને અનેક પશુ ઢોરઢાંખર મૃત્યુ પામ્યા હતાં જેમાં ખેડૂતો ચિંતામાં મુકાયાં હતાં જેમાં તાલાળા તાલુકાનાં ધારાસભ્ય જશાભાઈ બારડ તેમજ એન.ડી.આર.એફની ટીમ નિચાણવાળા વિસ્તારોમાંથી અનેક લોકોને સલામત જગ્યાએ ખચેડવાની કામગીરીમાં અધિકારીઓ સેવામાં જોડાયાં હતાં અને આ રોડની કામગીરીની બેદરકારી પણ સામે આવી હોય એવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું આ કુદરતી આફત ધોધમાર વરસાદ પડી જતાં આ આફત સર્જાઇ હતી જેમાં પ્રાંચી કૃષ્ણ મંદિર પણ ડૂબી જતાં પ્રવાસીઓ દર્શન પણ કરી શક્યા નાં હતાં ત્યાંથી નીકળતી નદીમાં પણ જળબંબાકાર જોવાં મળ્યું હતું
ત્યારબાદ એવું જાણવા મળ્યું કે મસુંદરી ડેમનાં પાટિયાં ખોલવામાં આવતાં નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની હાલત જોવાં મળી હતી અને હાલ આજોઠા ગામની બાજુનો પુલ ધરાશય થતાં વેરાવળ જુનાગઢ હાઇવે બંધ હોય આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનચાલકોને આ રસ્તા ઉપર વાહન ચાલકોએ નાં નિકળવું એવી તંત્ર એ અપીલ પણ કરી છે એવી પણ જાણકારી મળી હતી ત્યારે જોવાનું એ રહ્યું કે અનેક ખેડૂતોની જમીનમાં જળબંબાકાર સર્જાયો છે અનેક લોકોનાં ઘરમાં પાણી ઘુચીઞયા હતાં જમીન ધોવાઈ જતાં ઘણી બધી નુકસાનીનો વેઠવાનો વારો આવશે ત્યારે રાજ્ય સરકાર સર્વે કરાવીને ખેડૂતોને સહાય આપશે એવો પણ લોકોમાં ઞણઞણાટ જોવાં મળ્યો હતો
પ્રેસ રિપોર્ટર ડિ.કે વાળા ઞીર ઞઢડા ગીર સોમનાથ
8780138711
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.