સશક્ત સુપોષિત કિશોરી મેળા થીમ મુજબ કાર્યક્રમ મહિલા અને બાળ સુરક્ષા કચેરી બોટાદ અને આઈ.સી. ડી.એસ કચેરી બરવાળા ના સંયુક્ત ક્રમે યોજાયો
સંકલિત બાળ વિકાસ યોજના કચેરી બરવાળા ખાતે APMC માર્કેટ યાર્ડના ખેડૂત પ્રદર્શન હોલમાં કિશોરી મેળાનું આયોજન ગોઠવવામાં આવેલ હતું જેમાં સશક્ત સુપોષિત કિશોરી મેળાની થીમ મુજબ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવેલ હતી મહિલા અને બાળ સુરક્ષા કચેરી બોટાદના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં કિશોરી મેળાનું આયોજન ગોઠવવામાં આવેલ હતુ આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના સરકારી વિભાગો સંકલનમાં રહી વિવિધ યોજનાથી માર્ગદર્શન અંગે 9 નવ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. જેમાં આઈ.સી.ડી.એસ કચેરી - બરવાળા દ્વારા મિલેટ (મોટું અન્ન)નો ઉપયોગ કરી જુદી જુદી 57 વાનગી આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલ કિશોરી દ્વારા બનાવવામાં આવેલ જેનું નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું આ કિશોરી મેળામાં સખી-વન સ્ટોપ બોટાદ ગૃહ વિભાગ,આરોગ્ય વિભાગ, કૃષિ અને સહકર વિભાગ, બેંક શાખાઓ, કાનૂની સેવા સત્તા મંડળ,સમાજ સુરક્ષા વિભાગ, વગેરે સ્ટોલ તૈયાર કરવામાં આવેલ હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી બરવાળા હાજર રહેલ અને કાર્યક્રમને અનુરૂપ કિશોરીઓને ખૂબજ સરસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ માંથી હાજર રહેલ બિંદીયાબેન તરફથી કિશોરીઓને સ્વ બચાવ અંગે ખૂબજ ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડવામાં આવેલ હતી. સાથે - સાથે કાનૂની સેવા સતા મંડળ-બરવાળા તરફથી જયદેવસિંહ નકુમ દ્વારા કિશોરીઓને કાયદાકીય બાબતો અને એક્ટ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને મહિલાઓ માટે કોર્ટ તરફથી વકીલ ની વ્યવસ્થા નિ:શુલ્ક પુરી પાડવામાં આવે છે તે અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી આરોગ્ય વિભાગ તરફથી હાજર રહેલ ફીમેલ હેલ્થ વર્કર બહેન દ્વારા કિશોરીઓને લોહતત્વ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, બેન્ક તરફથી ઉપસ્થિત રહેલ કિશોરભાઈ પટેલ દ્વારા બેન્ક એકાઉન્ટ ખોલવા તેમજ પ્રધાનમંત્રી જીવન જ્યોત અને સુરક્ષા યોજના કવચ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં સખી-વન સ્ટોપ સેન્ટર બોટાદ થી હાજર રહેલ બહેન દ્વારા કિશોરીઓને 181 અભયમ હેલ્પ લાઈન અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર કિશોરી મેળાનું આયોજન આઈ.સી.ડી. એસ અને મહિલા બાળ સુરક્ષા કચેરી બોટાદ દ્વારા ગોઠવવામાં આવેલ હતું જેમાં બરવાળા ઈ.ચાર્જ સી.ડી.પી.ઓશ્રી રેહાનાબાનું કાઝી દ્વારા પૂર્ણ શક્તિ વિશે જીણવટ ભર્યું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અને કિશોરી મેળા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી, સાથે - સાથે સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ મહાવીરસિંહ ડોડીયા પ્રાથમિક શાળા - બેલા તરફથી પૂરું પાડવામાં આવેલ હતું તેમજ આઈ.સી.ડી.એસ ટીમ બરવાળા ના તમામ કર્મચારી ઓની ખૂબજ સારી મહેનત થકી આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.