બાપા સીતારામ ગૌશાળા ઝુઝારપુર ગામે નુતનવર્ષના દિવસે ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકડાયરો યોજાયો.
તા.૧૪.૧૧.૨૦૨૩ ના રોજ ઝુઝારપુર ગામ સમસ્ત દ્વારા નુતનવર્ષના પાવન પર્વ નિમિતે ગૌશાળાના લાભાર્થે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિવ સાઉન્ડના સથવારે કલાકાર શ્રી દેવરાજભાઈ ગઢવી અને અપેક્ષાબેન પંડ્યાએ પોતાની મધુર શૈલીમાં સંગીતના સુરે લોકગીત,ભજન અને લોકસાહિત્યની સરવાણીથી લોકોને આનંદિત કર્યા હતા.
આ લોકડાયરામાં ગામ સમસ્ત ઝુઝારપુરના આમંત્રણને માન આપી આજુબાજુની ગૌશાળાના ગૌસેવકો તેમજ વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આજના આ લોકડાયરામાં 8,30,000/-અંકે રુપિયા આઠ લાખ ત્રીસ હજાર ગૌમાતાની સેવા અર્થે લોકોએ દાન કર્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝુઝારપુર ગામ સમસ્ત દ્વારા નુતનવર્ષ નિમિતે લોકડાયરો યોજાયો હતો અને ખુબ મોટી રકમ ગૌસેવાર્થે લોકોએ દાન કરી હતી.આ સમસ્ત રકમને ગૌસેવાના કાર્ય અર્થે ઉપયોગમાં લેવામાં આવશે.
આ સમસ્ત કાર્યક્રમનું સંચાલન તેમજ ગૌશાળાની માહિતી અને વાર્ષિક હિસાબ ભરતભાઈ ચારિયા તેમજ રાજેશભાઈ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યો હતો.આ બંન્ને મહાનુભાવો શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છે,તેઓ પોતાનું કાર્ય કરતા કરતા વધારાનો સમય ગૌસેવા અર્થે આપે છે.
આજના આ ભવ્ય લોકડાયરાથી મળેલ રકમ થકી ગૌસેવા અર્થે આગામી સમયમાં વાપરવામાં આવશે.ભવિષ્યમાં ગૌમાતા કાજે આવા શુભ કાર્યો કરતા રહો તેવી શુભેચ્છાઓ.
દાન આપનાર દરેક ગૌસેવકોનું આવનારું નવું વર્ષ ખુબ મંગલકારી રહે તેમજ ભગવાન દ્વારકાધિશની અને ગાયમાતાની કૃપા આપના પરિવાર પર બની રહે તેવી પ્રાર્થના....
રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.