પી.એચ.સી સામખીયાળી ના સબ સેન્ટર - એક માં એડોલેશન્ટ ફ્રેન્ડલી ક્લબ મીટીંગ કરવામાં આવી. - At This Time

પી.એચ.સી સામખીયાળી ના સબ સેન્ટર – એક માં એડોલેશન્ટ ફ્રેન્ડલી ક્લબ મીટીંગ કરવામાં આવી.


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંગ સર તેમજ સામખીયારી મેડિકલ ઓફિસર ડો. ભૂમિકા બેન ના માર્ગદર્શન હેઠળ પી.એચ.સી સામખીયારી ના સબ-સેન્ટર 1 મા એડોલેશન્ટ ફ્રેન્ડલી ક્લબ મીટીંગ કરવા મા આવી. જેમાં એડોલેસન્ટ હેલ્થ કાઉન્સેલર પાતર કિરેન એ ન્યુટ્રીશન વિશે સમજાવ્યું જેમાં સરગવાના પાન, મીઠા લીંમડા નો જમવા મા ઉપયોગ કરવો તેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ યોગા કસરત વિશે સમજાવ્યું હતું.ખાંડ કરતા ગોળ નો ઉપયોગ વધારે કરવો જોઈએ, બહાર નું જંકફૂડ ના ખાવું જોઈએ વગેરે સમજાવ્યું હતું. તેમજ કિશોરી ઓને થતા શારિરીક, માનસિક ફેરફારો વિશે સમજાવ્યું હતું અને સી . એચ.ઓ.વંદના બેન,ફી. હે. વ. પુનમ બેન એ આઈ.એફ.એ ગોળી વિશે સમજાવ્યું હતું. અને માસિક ધર્મ વખતે રાખવાની કાળજી અને સ્વચ્છતા વિશે સમજાવ્યું તેમજ દરેક કિશોરીઓનું વજન,ઊંચાઈ તેમજ બી.એમ.આઈ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓને સેનેટરી પેડ નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ નાસ્તો આપવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશા બેનો એ સહયોગ આપ્યો હતો.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.