ધંધુકા નગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થાનોમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવ્યું.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા નગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થાનોમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવ્યું
અયોધ્યા ની પાવન ધરતી ઉપર તા. ૨૨.૧.૨૦૨૪ ના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશને આહવાન કર્યું છે કે તમામ ગામના મંદિરો માં સાફ-સફાઈ કરવામાં આવે તેના ભાગરૂપે આજે ધંધુકા નગરપાલિકાના વોર્ડ ને 2ના પૂર્વ સદસ્યો હર્ષદભાઈ ચાવડા. ભદુભાઈ અગ્રાવત .હસમુખભાઈ ડાભી.દ્વારા અને નગરપાલિકા ચીફ ઓફિસર વાળા સાહેબ ના સહયોગથી નગરપાલિકાના સેનેટરી વિભાગ તેમજ અન્ય સ્ટાફના કર્મચારીઓ દ્વારા ધંધુકા ખાતે આવેલ પુરાત્વન બાલા હનુમાનજી મંદીરની શિખર અને ઘુમટને સાફ સફાઈ કરવામાં આવી તેમજ જળથી આખા શિખર અને મંદિરને ધોવામાં આવ્યુ અને મંદિરના વિશાળ ચોકમાં પણ સાફ-સફાઈ કરવામાં આવી તેમાં ધંધુકા એપીએમસીના ચેરમેન ચેતનસિંહ ચાવડા. ડિરેક્ટર રાજુભાઈ મકવાણા. તાલુકા પંચાયત સદસ્ય વિજયસિંહ બારડ . ધંધુકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ રાસમિયા .પૂર્વ સદસ્ય લવજીભાઈ.પીપળ્યા .કમલેશભાઈસોની. નંદુભાઈ . મહેશભાઈ મકવાણા. અને વોર્ડ નંબર 2ના ભાજપ ના કાર્યકરો યુવાનો બાલા હનુમાન મંદિરના સેવકો પણ જોડાયા હતા મંદિરના મહંત રામમોહન બાપુ એ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.