ખેડૂત સારી રીતે ખેતી કરી શકે તે માટે સરકાર દ્રારા અનેક યોજનાઓ અમલી બની છે*
*કોંકણોલના ખેડૂતશ્રી કૌશિકભાઇને ટ્રેક્ટર સહાય પેટે રૂ. ૪૫,૦૦૦ની સહાય મળી*
******
*ખેડૂત સારી રીતે ખેતી કરી શકે તે માટે સરકાર દ્રારા અનેક યોજનાઓ અમલી બની છે*
-ખેડૂતશ્રી કૌશિકભાઇ
********
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કોંકણોલના રહેવાસી ખેડૂત શ્રી કૌશિકભાઇ ચતુરભાઇ પટેલને ટ્રેક્ટર સહાય મળવા બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
કૌશિકભાઇ જણાવે છે કે, તેઓ ખેડૂત છે અને ખેડૂતો માટે સરકાર શ્રી દ્વારા વિવિધ યોજનાઓ અમલી છે. તેમને ખેતી માટે ટ્રેક્ટરની જરૂર હતી જેથી તેમણે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી ત્યારબાદ તમામ સાધનિક કાગડિયા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે જમા કરાવ્યા હતા. તેમની પાત્રતાની ધ્યાની રાખી ટ્રેક્ટર સહાય પેટે ₹૪૫,000 મળ્યા હતા. જે તેમને ટ્રેક્ટર લોનમાં સીધા જમા થયા હોવાથી ઘણી મોટી રાહત મળી હતી. આમ ખેડૂતોને નાની મોટી યોજના કે લાભો મળવાથી આર્થિક સહાય થાય છે ખેડૂતોને આપવામાં આવતી સહાય જેવી કે કિસાન સન્માન નિધિ, પાક સંગ્રહ યોજના, ખેડૂત અકસ્માત વીમા સહાય, ડ્રીપ ઇરીગેશન સહાય, કિસાન પરીવહન યોજના, પાક સંગ્રહ જેવી અનેક યોજનાઓ થકી સરકાર દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે છે જે ખરેખર ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી છે.
વધુમાં તેઓ જણાવે છે કે દરેક ખેડૂત જાગૃત બની પોતાને મળતી સહાય લે અને અન્ય જરૂરીયાતમંદ ખેડૂતોને સરકારી યોજનાઓ વિશે જણાવી જાગૃત કરે. આમ વડાપ્રધાનશ્રી ના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્ન માટે મળતી આર્થિક સહાયનો યોગ્ય ઉપયોગ કરી ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ખેતી ઉત્તમ વ્યવસાય બનાવીએ તેમ એમણે ઉમેર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.