સાળંગપુર ખાતે જી.ઈ.બી ટેકનીકલ કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે કારોબારી મિટિંગ અને સ્નેહ મિલન યોજાયુ
તારીખ.૧૯/૦૧/૨૦૨૫ના રોજજ સવારે ૯ થી સાંજના ૬ વાગ્યા સુધી શ્રી.કષ્ટભંજન દેવના સાનિધ્યમાં સાળંગપુર ખાતે ગુજરાત એનર્જી એમ્પ્લોય ટેકનીકલ એસોસિએશનના બેનર હેઠળ જોઈન્ટ સેક્રેટરી.હરેશભાઇ ચૌહાણ. ઉપ પ્રમુખ. દિનેશભાઈ પરમાર. કારોબારી અધ્યક્ષ.એમ.ડી.ચાઉ. ઉપ પ્રમુખ.મનાજી ઠાકોર. ઉપ પ્રમુખ.અતુલભાઈ સાળવે. વિરેનભાઈ ઈન્દ્રાણી સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતીમાં દાદાની પ્રતિમા સામે સલામતીની પ્રતિજ્ઞા લીધેલ ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ સ્વાગત પ્રવચન હરેશભાઇ પરમાર દ્વારા આપવામાં આવેલ ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કારોબારી મિટિંગમાં ગુજરાત વિધુત બોર્ડ નિગમના ટેકનિકલ વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓના વર્ષો જૂના પ્રાણ પ્રશ્નો જેવા કે ૧)ફિલ્ડ એલાઉન્સની વિસંગતતા દૂર કરવા (૨)રિસ્ક એલાઉન્સ (૩)8 કલાક કરતા વધારે કામગીરીનો ઓવર ટાઈમ પગાર બાબતે (૪)વર્ગ ચારમાંથી વર્ગ ત્રણમાં સમાવવા (૫)જાહેર રજાઓનો પગાર આપવો વગેરે માંગણીઓની ચર્ચા કરવામાં આવેલ તેમજ માંગણીઓ મેળવવા માટે આગામી દિવસોમા કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવશે એ બાબતે વિચાર વિમર્શ રજુ કરવામાં આવેલ ત્યારબાદ કારોબારી મીટિંગ અને સ્નેહ મિલન નું આયોજન કરેલ કાર્યક્રમનું સુંદર સંચાલન પરેશ રાઠોડ ઉર્ફે બોધિરાજ બૌદ્ધ દ્વારા કરવામાં આવેલ સદર કારોબારી મીટીંગ તેમજ સ્નેહ મિલન કાર્યક્રમમાં યુજીવીસીએલ.ડીજીવીસીએલ એમજીવીસીએલ. પીજીવીસીએલ તેમજ જેટકોના પ્રતિનિધિઓ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
