તલોદ તાલુકાની જોરાજીના મુવાડા તથા મોતેસરી ગ્રામ પંચાયતની વિશ્વ બેંકની ટીમે મુલાકત લીધી* *********
*તલોદ તાલુકાની જોરાજીના મુવાડા તથા મોતેસરી ગ્રામ પંચાયતની વિશ્વ બેંકની ટીમે મુલાકત લીધી*
*********
*અટલ ભૂજલ યોજનાની સમીક્ષા માટે મુલાકાત લેવાઇ*
***********
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની જોરાજીના મુવાડા તથા મોતેસરી ગ્રામ પંચાયતની વિશ્વ બેંક તથા ભારત સરકારશ્રીના ઉચ્ચ અધિકારીશ્રીઓએ કેન્દ્રીય કક્ષાની અટલ ભૂજલ યોજનાની સમીક્ષા માટે મુલાકાત કરી હતી.
પ્રથમ જોરાજીના મુવાડા ગામે બનાવેલ ચેકડેમની મુલાકાત લેતા વિશ્વ બેંકના સત્ય પ્રિયાએ જણાવ્યું કે અટલ ભૂજલ યોજનાનો મુખ્ય ધ્યેય ભૂગર્ભ જળ ઊંચું લાવવાનો છે. એટલે કે કપાસના પાકને બદલે ઓછા પાણીવાળા પાક તરફ ખેડૂતો વધારે ધ્યાન આપે તે જરૂરી છે. ગામના ભાઈઓ બહેનોએ હાજર રહીને યોજના અંગેની જાણકારી આપી ત્યારબાદ જ્યોતિ એક્સપોર્ટ- બટાટાના કોલ્ડ સ્ટોરેજની મુલાકાત લીધી હતી.
મોતેસરી ગામમાં ધરતી ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરેલ અટલ ભૂજલની કામગીરી આધારિત રાખેલ ભવ્ય પ્રદર્શનની મુલાકાત કરી હતી. જેમાં ગામના જ ભૂજલ જાણકારો દ્વારા યોજના અંતર્ગત થયેલ કામગીરીની માહિતી આપી હતી.
શ્રી પ્રતુલ સક્સેના દ્વારા અટલ ભૂજલ યોજનાનો વધુમાં વધુ લાભ લઈને ભૂગર્ભજળ બચાવવાની વાત ઉપર ભાર મૂક્યો હતો. જ્યારે ટીમના સત્ય પ્રિયાએ એવા પાકોની ખેતી ઉપર ભાર મુકેલ કે જેમાં પાણીની જરૂર ઓછી રહે તેથી કપાસ તરફ ખેડૂતો ના વળતા તલ,બાજરી, કઠોળ જેવા પાકો લે તેમ જણાવ્યું હતું.
અટલ ભૂ જલની કામગીરી માટે જિલ્લાના અધ્યક્ષશ્રી કલેકટરશ્રી નૈમેષ દવે ટીમ સાથે હાજર રહીને અટલ ભૂજલની કામગીરી વધુમાં વધુ અસરકારક અમલ માટે તમામ લાઈન ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહીને કામગીરી કરવા માટે પૂરતો સહકાર મળી રહેશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ટીમ દ્વારા ગામના તળાવના “અટલ સરોવર” નામાભિધાન કર્યું હતું.
કલેક્ટરશ્રી કે જેઓ અટલ ભૂજલ યોજનાના જિલ્લા કક્ષાએ અમલીકરણ સંભાળતા અધ્યક્ષ છે તેમના અધ્યક્ષ સ્થાને વર્લ્ડ બેંકના પ્રતિનિધિશ્રીઓ GWRDC તથાલાઇન ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિઓ, બંને ડીઆઈપી તથા ખેડૂત પ્રતિનિધિઓ સાથે જિલ્લા કક્ષાએ થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.સાબરકાંઠા જિલ્લો અટલ ભૂજલમાં અવ્વલ નંબરે આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને બેઠકનું સમાપન કરવામાં આવ્યું.
આ ટીમમાં ભારત સરકાર તરફથી નેશનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ, અટલ ભૂજલ યોજનાના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પ્રતુલ સક્સેના, વિશ્વ બેંકના ટીમ ટાસ્ક લીડર શ્રી સત્ય પ્રિયા, તજજ્ઞ તપસ પોલ તથા એન.પી.એમ.યુ નાં નીતિ નાયર નાયબ નિયામક, શ્રી જીતેન્દ્રસિંહ, પર્યાવરણ તજજ્ઞએ રસપૂર્વક ભાગ લીધો. રાજ્યના અટલ ભૂજલ યોજનાના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આર.એમ.પટેલ તથા તેમના વિભાગના અધિકારીશ્રીઓ, સાબરકાંઠા જિલ્લાના જિલ્લા સમાહર્તા શ્રી નૈમેશ દવે , પ્રાંતિજ તાલુકાના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પ્રમુખશ્રી તથા તલોદ તાલુકાના પ્રમુખશ્રી દશરથસિંહ ઝાલા હાજર રહ્યા હતા.
*************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.