રાજકોટ અધિકારીઓ-કર્મચારીઓ માટે સાયબર સિક્યોરિટી અવેરનેસ પ્રોગ્રામ યોજાયો. - At This Time

રાજકોટ અધિકારીઓ-કર્મચારીઓ માટે સાયબર સિક્યોરિટી અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.


રાજકોટ શહેર તા.૧૮/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ કલેક્ટર કચેરીના સહયોગથી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નિયામક ICT અને ઈ-ગવર્નન્સ દ્વારા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ માટે સાયબર સિક્યોરિટી અંગે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં દીપેન દલસાણીયા અને ભૂમિ ડાંગર દ્વારા સાયબર સિક્યોરિટી વિશે સમજણ, સાયબર એટેકના વિવિધ પ્રકારો, સાયબર થ્રેટ્સ અને થ્રેટ્સના સ્રોતો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રકારના એટેકથી બચવા માટેનાં ઉપાયો, જેમ કે ડેસ્કટોપ સુરક્ષા, ઈ-મેઇલ સુરક્ષા અને પાસવર્ડ સુરક્ષા સહિતના મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને હેકર્સ દ્વારા વાયરસ, માલવેર ફિશિંગ સ્ફૂફિંગ લિંક્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેમાં અજાણી લિંક્સ કે સોફ્ટવૅર દ્વારા વાઇરસ ઇન્જેક્ટ કરવામાં આવે છે. જે ડેટા સિક્યોરિટી માટે નુકશાનકારક હોય છે તેમજ મહત્વના ડેટા થેફ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ ઍ.આઈ. ટેક્નોલોજીના ઉપયોગથી ડીપ ફેકનો શિકાર બની શકે છે, કેટલાક કિસ્સામાં ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરવામાં આવતું હોઈ છે. આ પ્રકારે થતા એટેક્સથી બચવા અજાણી લિંક કે મેસેજ પર ભરોસો ન કરવો, તેમજ ઓપન ન કરવા, કોમ્પ્યુટરમાં એન્ટી વાઇરસ સોફ્ટવેર સતત અપડેટ કરવા, પેન ડ્રાઈવ સ્કેન કરીને જ ઉપયોગમાં લેવા, ઓથોરાઇઝ સોર્સ પરથી જ સોફ્ટવેર કે એપ ઇન્સ્ટોલ કરવા તેમજ પાસવર્ડ મજબૂત રાખવા અને સતત બદલાવતા રહેવા સહિતના ઉપયોગી સૂચનો તજજ્ઞ દ્વારા કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત સત્રમાં IT Act અને DPDPA (ડિજિટલ વ્યક્તિગત ડેટા સુરક્ષા અધિનિયમ) અંગે પણ મહત્વની માહિતી આપવામાં આવી હતી. કલેકટર ઓફિસ રાજકોટના ICT અધિકારીઓ સર્વે નમ્રતા નથવાણી, હાર્દિક નારિયા દ્વારા સત્રનું સંચાલન કરવામાં આવ્યું હતું જયારે સમગ્ર આયોજન નાયબ નિયામક ડૉ.દેવેન પંડ્યા તથા મદદનીશ નિયામક સંજય ભાભોરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં રાજકોટ શહેર, જિલ્લાના વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.