કેન્દ્રીય રાજ્યમંત્રી મતી નિમુબેન બાંભણિયા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન- સંધ્યા આરતી કરી ધન્યતા અનુભવી - At This Time

કેન્દ્રીય રાજ્યમંત્રી મતી નિમુબેન બાંભણિયા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન- સંધ્યા આરતી કરી ધન્યતા અનુભવી


સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.11-10-2024ને શુક્રવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડીશનલ વાઘા અને દાંડિયા -છત્રીનો શણગાર કરવામાં આવ્યો હતો સાંજે 06:30 કલાકે સંધ્યા આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી કેન્દ્રીય રાજ્યમંત્રી મતી નિમુબેન બાંભણિયા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે દર્શને સાંજે 06:30 કલાકે પધાર્યા હતા શ્રી કષ્ટભંજનદેવ દાદાના દર્શન- સંધ્યા આરતી કરી ધન્યતા અનુભવી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.