એક માં ની દીકરાની કમી પૂરી કરતા પ્રદીપ મકવાણા
રાજકોટ ના વિછીયા તાલુકાના પીપરડી ગામે રહેતા પ્રદીપભાઈ મકવાણા જે ઘણા સમયથી સામાન્ય પરિવાર ની મદદ કરીને ખૂબ સારું કામ કરે છે. જે હાલના ચોટીલા ગામે રહેતા એક બહેન જેમના પતિ સાત કે આઠ મહિના પહેલા અવસાન પામ્યા હતા. જેથી ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. આ વાતની જાણ થતા પ્રદીપભાઈએ ઘરની મુલાકાત લીધી અને જાણવા મળ્યું કે તેમને કુલ ચાર દીકરીઓ છે એમાંની એક દીકરી જે માત્ર સાત મહિનાની જ છે તેથી એ બહેન કામ પર નથી જઈ શકતા એટલા માટે પ્રદીપભાઈ નાનો એવો અગરબત્તીનો ધંધો કરી દીધો તેથી એ પરિવારનું ગુજરાન ચાલી શકે બહેનને એક પણ દીકરો ન હોવાથી ખૂબ જ નિરાશ હતા પણ પ્રદીપભાઈ ને દીકરો બનાવીને પોતાના પતિની પાંચમની વિધિ કરાવી અને પ્રદીપભાઈ એ પણ એક સગા દીકરાની જેમ મદદ કરી હતી.ખરેખર નાની ઉંમરે ખૂબ જ મોટું કામ કરી રહ્યા છે આજના સમયમાં જે છોકરા મોજ મસ્તી કરે છે એવા સમયમાં પ્રદીપભાઈ મકવાણા ગરીબ લોકોની મદદે આવે છે ધન્ય છે એમના માતા પિતા કે આવા દીકરાને જન્મ આપ્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.