સગીર વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરનાર યુવકને એવો પાઠ ભણાવ્યો કે શર્મશાર થઈ ગયો - At This Time

સગીર વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરનાર યુવકને એવો પાઠ ભણાવ્યો કે શર્મશાર થઈ ગયો


વડોદરા,તા.16 ઓગષ્ટ 2022,મંગળવાર ટીનેજર્સમાં સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવના અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે. વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં બનેલા આવા જ એક કિસ્સામાં સગીર વિદ્યાર્થીનીએ તેને બ્લેકમેલ કરતા હવસખોર યુવકને એવો પાઠ ભણાવ્યો હતો કે વિદ્યાર્થીનીને ખુલ્લી પાડવાની વારંવાર ધમકી આપનાર યુવક ખુદ તેના જ પરિવાર સામે ખુલ્લો પડી ગયો હતો અને શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયો હતો.ધોરણ 11 ની વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશીપ થઈસોશિયલ મીડિયા ઉપર વિદ્યાર્થીઓ વધુ સક્રિય હોય છે અને એકબીજાના સંપર્કમાં આવતા હોય છે તેમજ ફ્રેન્ડશીપ ના નામે ક્યારેક સંબંધો પણ ગાઢ બનતા હોય છે. ધોરણ 11 માં અભ્યાસ કરતી વડોદરાની વિદ્યાર્થીનીને આવી જ રીતે એક યુવક સાથે સોશિયલ મીડિયા પર સંપર્ક થયા બાદ બંને વચ્ચે ફ્રેન્ડશીપ થઈ હતી અને અવારનવાર મેસેજથી વાતચીત પણ થતી હતી.યુવકે મોકો જોઈએ ફોટો અને વિડિયો ઉતારી લીધાસગીર વયની વિદ્યાર્થીની અને યુવક વચ્ચે મુલાકાતો થવા માંડી હતી અને વિદ્યાર્થીનીનો વિશ્વાસ કેળવ્યા બાદ યુવકે તેની સાથે ફોટો તેમજ વિડીયો પણ ઉતારી લીધા હતા. વિદ્યાર્થીનીએ આ બધું નિર્દોષતાપૂર્વક કર્યું હતું અને યુવકનો ઇરાદો પારખવામાં તેણે થાપ ખાધી હતી.આખરે યુવકનો ઇરાદો ખુલ્લો પડી જતા વિદ્યાર્થીની ગભરાઈફોટો અને વિડીયો મેળવી લીધા બાદ યુવકના મનમાં જે ઇરાદો હતો તે બહાર આવી ગયો હતો અને તેણે વિદ્યાર્થિની પાસે શારીરિક સંબંધની વાત કરી હતી. પરંતુ વિદ્યાર્થીનીએ તેની વાતનો ઇન્કાર કર્યો હતો અને આપણા સંબંધ માત્ર મિત્રતા પૂરતા છે તેમ કહેતા યુવકે તેને બ્લેકમેલ કરવા માંડી હતી. એક તબક્કે યુવકે સાંજે 5 વાગ્યાનો અલ્ટીમેટમ આપ્યું હતું અને ત્યાં સુધી નહીં મળે તો ફોટો વાયરલ કરવાની ચીમકી આપી હતી.વિદ્યાર્થીની કરગરી,મારે અપઘાત કરવો પડશે.. આખરે અભયમની મદદ લીધીસાંજે 5 વાગ્યા નું અલ્ટીમેટમ મળતાં વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી. તેણે યુવકને કરગરીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને ફોટો વાયરલ થશે તો મારે આપઘાત કરવો પડશે..મારા પરિવારજનો મને અભ્યાસ છોડાવી દેશે તેવી વારંવાર વિનંતી કરી હતી પરંતુ યુવક માનવા તૈયાર થયો ન હતો. જેથી ન છૂટકે વિદ્યાર્થીનીએ અભયમ ની મદદ લીધી હતી.ગાર્ડનમાં છટકું ગોઠવી યુવકને પકડ્યો, તેના પરિવારજનોને બોલાવ્યાવિદ્યાર્થીનીને સાંભળી અભયમની ટીમે તેને હૈયા ધારણ આપી હતી અને તેની ઓળખ જાહેર નહીં થાય તેની ખાતરી આપી કારેલીબાગના દિપીકા ગાર્ડનમાં છટકું ગોઠવ્યું હતું. વિદ્યાર્થીનીએ યુવકને ગાર્ડનમાં બોલાવી એક ખૂણામાં બંને જણા બેઠા હતા તે દરમિયાન અભયમ ની ટીમે યુવકને ઝડપી પાડ્યો હતો. યુવકના પરિવારજનોને પણ બોલાવી લેવામાં આવ્યા હતા અને તેના કરતૂત ની જાણ કરાઈ હતી. યુવક જે ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો તે ફોટા અને વિડીયો તેના જ પરિવારને બતાવ્યા બાદ ડીલીટ કરી દેવામાં આવ્યા હતા. યુવક અને તેના પરિવારજનોએ ફરિયાદ નહીં કરવા વિનંતી કરતા વિદ્યાર્થીનીએ તેને માફ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.