મહિલા તબીબને બીભત્સ મેસેજ કરી પજવણી કરતાં રાજકોટના અભિષેક પ્રજાપતિની ધરપકડ - At This Time

મહિલા તબીબને બીભત્સ મેસેજ કરી પજવણી કરતાં રાજકોટના અભિષેક પ્રજાપતિની ધરપકડ


મેટોડામાં ક્લિનિક ધરાવતાં મહિલા તબીબને બીભત્સ મેસેજ કરી પજવણી કરતાં રાજકોટના અભિષેક પ્રજાપતિને નાગેશ્વર વિસ્તારમાંથી રૂરલ એલસીબીની ટીમે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે મેટોડામાં રહેતાં અને ત્યાં જ પતિ સાથે શ્રીનાથજી કલીનીકમાં ડોકટર તરીકે પ્રેકટીશ કરતાં મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન પાંચેક મહીના પહેલા થયેલ છે. તેણી સોશીયલ મીડીયામાં ઇન્સ્ટાગ્રામ વાપરે છે. છેલ્લા બે મહીનાથી તેણીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેમના નામનુ જ ફેક એકાઉન્ટ બનાવી મેસેજ રીકવેસ્ટ તથા ફ્રેન્ડ રીકવેસ્ટ આવેલ હતી. ત્યારે રીકવેસ્ટ એકસેપ્ટ કરી ન હતી. ફક્ત મેસેજ સીન કરેલ હતા. બાદ તે જ એકાઉન્ટમાંથી તેના પતિને તેમના ઇન્સટાગ્રામ એકાઉન્ટ પર તેમને કરેલા મેસેજનો સ્ક્રીનશોટ મોકલેલ અને કહેલ કે, મે તારી પત્ની સાથે આવી રીતે વાતો કરી છે, આમ ફેક એકાઉન્ટ પરથી તેણીને તથા તેના પતિને રોજ રાત્રે અપશબ્દો તથા ગાળો વાળા ખરાબ મેસેજો તથા બિભત્સ ફોટા અને બિભત્સ માંગણીઓના મેસેજ આવતા હતા.
પરંતુ કોઇ જાણીતુ ફ્રેન્ડ સર્કલમા હશે જેથી તેઓએ તથા તેના પતિએ આ મેસેજો પર ખાસ ધ્યાન આપેલ નહી. બાદ અલગ-અલગ તેણીના નામથી તે જ એકાઉન્ટમાંથી મેસેજ તથા ફોટોઝ આવતા હતા. બાદ તે તમામ એકાઉન્ટને પણ બ્લોક કરી દીધેલ હતુ. બાદ તેના પતિના કાકાના પુત્રના સાળાના નામે મેસેજો કરેલ હતા. અલગ અલગ ફેક આઈ. ડી તથા ફેક નામો વાપરીને ગાળા ગાળી વાળા અભદ્ર મેસેજો, અભદ્ર ફોટોઝ તથા બિભત્સ ફોટા અને બિભત્સ માંગણીઓના મેસેજ તેમજ ઇન્સટાગ્રામમાં જ વોઇસ કોલ પણ આવતા હતા. જે ફોન રીસીવ કરે તો ફોન કાપી નાખતા હતા. મેસેજોનુ તથા ફોટોઝનુ પ્રમાણ વધી જતા, મને જે ખરાબ ગાળો તથા ખરાબ ફોટોઝના મેસેજો કરેલા હતા તે મેસેજોના સ્ક્રીનશોટ મારા પતિના કાકાના પુત્ર સાગર વાસાણી તથા અંકુર વાસાણી ને તેમના ઇન્સટાગ્રામ એકાઉન્ટમા મોકલી મને અમારા સાસરીયા પક્ષમાં બદનામ કરવા માટે મેસેજો કરેલ હતાં.
બનાવ અંગેની ફરિયાદ પરથી લોધિકા પોલીસે આરોપી વિરૂદ્ધ છેડતી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. બાદમાં રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ ડિ.જી.બડવા અને ટીમે છેડતી અને આઇટી એકટના ગુનામાં ચાર માસથી ફરાર અભિષેક જગદીશ વસાણી (ઉ.વ.28),(રહે. બજરંગવાડી શેરી નં.14,રાજકોટ) ને જામનગર રોડ પર આવેલ નાગેશ્વર વિસ્તારમાંથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.