સંબંધી બનીને આવેલો ગઠિયો વૃદ્ધા પાસેથી રૂ.1 લાખની ચાર બંગડી લઈ ફરાર થયો - At This Time

સંબંધી બનીને આવેલો ગઠિયો વૃદ્ધા પાસેથી રૂ.1 લાખની ચાર બંગડી લઈ ફરાર થયો


રૈયા રોડ આલાપ ગ્રીન સીટી પાસે અમૃત પાર્કમાં રહેતા આશીષભાઇ અશોકભાઇ પુજારા(ઉ.વ.35)ના દાદી કૈલાસબેન પ્રાણજીવનભાઈ (ઉ.વ.82) પોતાના ઘરે રૈયા ટેલી ફોન એક્સચેન્જ પાસે હતા ત્યારે સબંધી બનીને આવેલા શખ્સે કૈલાસબેન પાસે તેમણે પહેરેલી બંગડી માંગી સોનીને ડિઝાઇન બતાવી પછી આપી જશે તેમ કહેતા રૂ.1 લાખની ચાર બંગડી લઈ ગયો હતો.
ઘણો સમય થવા છતાં બંગડી પરત ન આપતા એ અજાણ્યો શખ્સ છેતરપીંડી કરી સોનાની બંગડી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આશિષભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારી પત્નિ તથા બાળકો સાથે રહુ છુ અને બેંક લોન એજન્ટ તરીકે નોકરી કરૂ છું અને મારા દાદીમા કૈલાશબેન રાજકોટમા ટેલીફોન એક્ષચેન્જ પાસે આવેલ જે.કે.સ્કુલની બાજુમાં આવેલી શેરીમા રહે છે.તા.23/11 ના રોજ રાજકોટમાં કીડવાઇ નગર શેરી નં.06 મા રહેતા મારા મોટા બાપુ લલીતભાઇ પુજારા ના ઘરે સાંજનો જમણવાર હોય
જેથી હુ સાંજના મારા દાદીમાને લેવા તેના ઘરે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે જે.કે.સ્કુલ પાસે ગયેલો અને ત્યાથી મારા દાદીમાને લઇ મારા મોટા બાપુ લલીતભાઇ પુજારા ના ઘરે ગયો હતો. ત્યારે મારા દાદીમાએ વાત કરેલ કે ઘરમા એક વ્યક્તિ 35-40 વર્ષનો આવ્યો જે આપણા કોઇ સગાનો છોકરો છે.તેમ મને લાગતા આ વ્યક્તિને મે ઘરે બેસાડી પાણી પીવડાવ્યું હતું.ત્યારે આ વ્યક્તિએ મને કહેલ કે મારું તમે પહેરેલ ડીઝાઇન વાળી સોનાની બંગડી મારે બનાવવી છે.જેથી તમો સોનીને બતાવવા તમારી બંગડી મને આપો આમ કહેતા મે સોનાની બંગડી આપી હતી
અને થોડીવારમા તે પાછી આપી જશે તેવો વિશ્વાસ અપાવી આ વ્યક્તિ સોનાની ચાર બંગડી લઇ ગયેલ અને અડધી કલાક રાહ જોયા બાદ ન આવતા આ વ્યક્તિએ મને લખી આપેલ ફોન નંબરમાં બાજુમા આવેલી દરજીની દુકાને જઇ દરજી ની દુકાન વાળા ભાઇને આ નંબરમા ફોન કરી આપવાનુ કહ્યું હતું. તેઓએ ફોન લગાડતા આ નંબર ખોટો હોય જેથી આ વ્યક્તિએ ઘરમાં આવી મને વિશ્વાસમા લઇ સોનાની ચાર બંગડી કુલ ચા2 તોલાની સોનાની બંગડી રૂ.1 લાખની થાય જે લઈ જતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.