રાજકોટ:નામચીન શખ્સે બે યુવકોને મારમાર્યો - At This Time

રાજકોટ:નામચીન શખ્સે બે યુવકોને મારમાર્યો


: સાધુ વાસવાણી રોડ પર આવેલ ગુરૂજીનગર આવાસ યોજનામાં આવારાતત્વોનો અડો બની ગયો હોય તેમ નામચીન મોરલી અને તેની સાથેના શખસોએ દારૂના નશામાં ધમાલ મચાવી બે યુવકોને સળિયાથી1ફટકારતા સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
વધુમાં ફરિયાદી ભારતીબેન પ્રકાશભાઇ લાભુભાઇ ગોસાઇ (ઉ.વ.37)(રહે. ગુરુજીનગર આવાસ યોજના કવાર્ટર) એ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ તે તેમના ઘરે હતી ત્યારે હર્ષ ઉર્ફે મોરલી ઘરની બહાર આવીને ઘરનો દરવાજો ખખડાવવા લાગેલ હતો. જેથી તેમને દરવાજો ખોલેલ હતો અને મોરલીને કહેલ કે તું શુ અવાર નવાર અમને લોકોને હેરાન પરેશાન કરે છે તેવું કહેતાં મોરલી ઉશ્કેરાય ગયેલ હતો અને તારે જેને કેવુ હોય તેને કહી દે હું કોઇના થી ડરતો નથી. જેથી ફરિયાદી એ તેના મિત્ર અતુલસિંહ ડાભીનાં ફોન કરીને આ બાબતે જાણ કરતી હતી
ત્યારે મોરલીએ તેમનો મોબાઇલ ફોન લઇને અતુલસિંહને કહેલ કે તુ અહિંયા આવ આપણે રૂબરૂ મળીને વાત કરી લઇએ બાદ આ મોરલી કવાર્ટરની બહાર ઉભો રહીને જોર જોરથી ગાળો બોલવા લાગેલ હતો બધા પાડોશીને ગાળો દેવા લાગેલ હતો અને બાદમાં પાડોશમાં રહેતા જાહિદાબેન એ 100 નંબરમાં ફોન કરીને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા આ મોરલી ત્યાંથી ભાગી ગયેલ હતો. બાદમાં ખબર પડેલ કે મો2લી અતુલસિંહને ઘરથી થોડે આગળ બોલાવી માથાકૂટ કરતો હતો. અને ફરિયાદીને મદદ માટે અતુલસિંહ આવવાનો હોય
જેનો ખાર રાખી મોરલી, અમન અને અવેશે અતુલસિંહ તેના મિત્રો વિજયભાઇ તથા યુવરાજસિંહ પરમાર સાથે ઝગડો કરી સળિયાથી હુમલો કર્યો હતો.જે વાત અતુલસિંહે ફરિયાદીને જાણ કરી હતી. અને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડયા હતાં.જ્યારે સામાપક્ષે હુમલો કરનાર મોરલીની માતા ઉષાબેન રજનીભાઇ દવ ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને જણાવ્યું હતું કે, અતુલ ડાભી નામના શખ્સે ઝઘડો કરી સળિયાથી હુમલો કર્યો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.