રાજકોટ વાવડી ગામેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB. - At This Time

રાજકોટ વાવડી ગામેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.


રાજકોટ શહેર તા.૨/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મહીપાલસિંહ દશરથસિંહ, ઘનશ્યામસિંહ પ્રતાપસિંહ, હરદેવસિંહ જગતસિંહ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે વાવડી ગામ અમરનાથ પાર્ક પ્લોટ નં.૩ સોપાન રેસીડન્સી પાસે કૃષ્ણમ ઓટોમોટીવ નામના ગેરેજ માંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. દિપકભાઈ જખરાભાઈ વદર જાતે.મેર ઉ.૩૪ રહે.દુર્ગા પાર્ક-૧ મીરાનગર બ્લોક નં.૪ જુનાગઢ. કુલ કિ.રૂા.૮૯,૫૩૨ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.