વિરાણી ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રાઈન ક્લિનિક નો અનાથ બાળકો ના વરદહસ્તે પ્રારંભ ૧૦૧ ગંગા સ્વરૂપામાતા માટે શ્રવણ રૂપ આજીવન મફત સારવાર નો સંકલ્પ
વિરાણી ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રાઈન ક્લિનિક નો અનાથ બાળકો ના વરદહસ્તે પ્રારંભ
૧૦૧ ગંગા સ્વરૂપામાતા માટે શ્રવણ રૂપ આજીવન મફત સારવાર નો સંકલ્પ
સુરત આજરોજ ડાયાબિટીસ સ્પેશીયાલીસ્ટ ડો મેહુલ વિરાણી નિર્મિત વિરાણી ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રાઈન ક્લિનિક ના ઉદઘાટન સમારોહ અનાથ બાળકો ના હસ્તે પ્રારંભ ડો. મેહુલ વિરાણી ના પ્રેરક વિચારો સાંભળી અનહદ આનંદ થશે આપનું મનતરંગ પ્રેરણા લેશે તેમા વાતમાં બે મત નથી.સુરત શહેર માં
૧૦૧ વિધવા માતાઓના આરોગ્ય માટે શ્રવણ બની ડો.મેહુલ વિરાણી એ સુરત માં કર્યું વિરાણી ક્લિનિક નામ થી ડાયાબિટીસ એન્ડ એન્ડડોક્રાઈન ક્લિનિક નો અનોખી રીતે પ્રારંભ કર્યો આ શુભારંભ માનવ સમાજ માટે નવો રાહ ચીંધી સૌના માટે પ્રેરક, પ્રોત્સાહિત,યાદગાર સાથે એક નવો ચીલો સ્થાપિત બની રહ્યો કેમકે ડો વિરાણી તેમના માતુશ્રી તથા સમાજ શ્રેષ્ટિ ઉદારદિલ વસંતભાઈ ગજેરાના વાત્સલ્યધામ માં આશ્રિત તમામ નિરાધાર બાળકોના હસ્તે ઉદ્ઘાટન કરાયું પ્રેરક વિચારોથી જ ડો. મેહુલ વિરાણી બધા જ બાળકો ને આમંત્રીત કરી તેમના હસ્તે ઉદ્દઘાટન કરાવ્યું હતું.બીજું પ્રેરક ઉદાહરણ એ પણ છે કે આ ક્લિનિક ના એમ.ડી. ડો. મેહુલ વિરાણી સેવા સંકલ્પ લીધો હતો કે જેમને ડાયાબિટીસ હોય અને નિદાન સારવાર કરાવી શકતા નથી તેવા ૧૦૧ વિધવા માતાઓને જીંદગીભર નિઃશુલ્ક માં સચોટ નિદાન તથા સારવાર કરી આપવામાં આવશે.વિરાણી ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રાઈન ક્લિનિક G6 ગ્રાઉન્ડ ફ્લોર, ઈનફીનીટી ટાવર, આયુર્વેદિક કોલેજ પાસે
સ્ટેશન લાલ દરવાજા રોડ, સુરત.ખાતે પ્રારંભ કરાયો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.