આક્રોશ: હિંમતનગરમાં આનંદ સાગર સોસા.આગળ ઉભરાતી ગટરથી આક્રોશ
વારંવાર પાલિકામાં રજૂઆતો કરવા છતાં કાર્યવાહી નહીં
હિંમતનગરમાં ગઢોડા રોડ પર નવી સિવિલની બાજુમાં આનંદ સાગર સોસાયટીના મુખ્ય ગેટ આગળ વારંવાર પ્રદૂષિત પાણી ભરાતું હોવાથી અહીંના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે.આ અંગે સોસાયટીના રહીશો દ્વારા વારંવાર પાલિકામાં રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી.
આ અંગે સોસાયટીમાં રહેતા દામાભાઈ પંડયાએ જણાવ્યું હતું કે ગટરનું પાણી સિવિલમાંથી છોડાય છે અને તે રોડની સામેની ગટરમાંથી ઉભરાઈને અમારી સોસાયટીના મુખ્ય ગેટ આગળ આવી જમા થાય છે જેને લઇ આવવા જવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. છેલ્લા કેટલાય સમયથી આ પરિસ્થિતિ ઉભી થઈ છે અને આ અંગે પાલિકામાં રજૂઆત કરવા ગયા ત્યારે તે લોકોએ સિવિલમાં જાણ કરવા જણાવ્યું હતું અને જ્યારે સિવિલમાં આ બાબતે વાત કરવા જતાં તેમણે પાલિકાની જવાબદારી આવે તેમ બંને તરફથી એકબીજા પર ઢોળી દેવામાં આવે છે અને કોઈ કાર્યવાહી કરી નથી.
જેથી સત્વરે તંત્ર દ્વારા ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી સોસાયટીના રહીશોની માંગ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.