સ્વામિનારાયણ ગુરુકુલ,અંકલેશ્વર ખાતે ભવ્ય માતૃ-પિતૃ દિવસ તેમજ ભુલકાઓની પદવીદાન સમારોહની ઉજવણી કરાઈ - At This Time

સ્વામિનારાયણ ગુરુકુલ,અંકલેશ્વર ખાતે ભવ્ય માતૃ-પિતૃ દિવસ તેમજ ભુલકાઓની પદવીદાન સમારોહની ઉજવણી કરાઈ


સ્વામિનારાયણ ગુરુકુલ, અંકલેશ્વર ખાતે ભવ્ય માતૃ-પિતૃ દિવસ તેમજ ભુલકાઓની પદવીદાન સમારોહની ઉજવણી કરાઈ

સ્વામિનારાયણ ગુરુકુલ બાળકોમાં સંસ્કાર સાથે વિદ્યાનું સિંચન કરે છે.

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર શહેર ખાતે આવેલી તેમજ ભારતીય સંસ્કૃતિના વર્ષ દરમિયાન આવતા તમામ પર્વની ઉજવણી કરતી એક માત્ર શાળા એટલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કુલ,એ વિધ્યામંદિરના નાના-નાના ભુલકાઓ દ્વારા શાનદાર માતૃ-પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ બાળકોનો પદવીદાન સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે સંસ્થાના વડા અને સૌના આદર્શ સ્વામી કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ,ટ્રસ્ટી શાસ્ત્રી જયસ્વરુપદાસજી,ટ્રસ્ટી કિશોરભાઈ પાનસુરીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.નાનું બાળક બાળપણથી જ માતા પિતાનું મહત્વ સમજે અને યુવાનીમાં ભગવાનની જેમ સેવા કરે એ જ માનવ જીવનની સાચી સફળતા છે.જે આદર્શ કાર્ય ગુરુકુલ કરી રહ્યું છે.કાર્યક્રમ અંતર્ગત બાળકોએ માતા-પિતા સાથે અભિનય કરી માતા પિતાને પોતાનું બાળપણ યાદ અપાવી મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીગણને પ્રેરક સંદેશો પાઠવ્યો હતો.વર્ષ દરમિયાન શાળાની શૈક્ષણિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ લેનારા ભુલકાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.શાળાના હિતચિંતક અને ઉત્સાહી આચાર્યા અમિતામેમ,હેમલતામેમ,અલ્કામેમ તેમજ સંસ્થાના હાથ પગ સમાન શિક્ષકમિત્રોએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવવા દિલથી જહેમત ઉઠાવી હતી.

અહેવાલ કનુભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.