શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં દેવદિવાળીના દિવસે બેઢૈયા કાઢવાની અનોખી પરંપરા આજે પણ યથાવત - At This Time

શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં દેવદિવાળીના દિવસે બેઢૈયા કાઢવાની અનોખી પરંપરા આજે પણ યથાવત


શહેરા
પંચમહાલ જીલ્લામાં દેવદિવાળીના પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી.શહેરા તાલુકામાં આવેલા ગ્રામીણ વિસ્તારમા દેવદિવાળીના પર્વનુ ભારે વિશેષ મહત્વ હોય છે.શહેરા તાલુકા ગ્રામીણ વિસ્તારમાં દેવદિવાળીની પંરપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.જેમા ગામમા આવેલા મદિરોમાં ગરબો મુકવામા આવ્યો હતો.અને પુજાપાઠ કરવામા આવ્યા હતા.
શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પરંપરાગત દેવદિવાળીની ઉજવણી કરવામા આવી હતી,જેમાં શહેરા તાલુકાના લાભી ગામમાં વર્ષોથી દેવદિવાળીની પંરપરાગત રીતે ઉજવણી કરવામા આવી છે.દેવદિવાળીના સાંજના સમયે ગ્રામજનો ગરબો જેને બેઢૈયા પણ કહેવામા આવે છે. તેમા એક માટલી તેના પણ ચવ઼ડ઼ી અને તેના પર કોડીયુ મુકીને તેમા દિવો કરવામા આવે છે.અને તેને લઈ ગામમા આવેલા માતાજીના મંદિરે લઈ જવામા આવે છે, ગામમાં ફળિયામાં રહેતા લોકો સાથે ભેગા થઈને મંદિરે જાય છે. અને સાથે સાથે માતાજીનો જય જયકાર બોલાવે છે.આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.કહેવાય છે આ ગરબો મુકવાથી ઘરમાં સુખશાંતિ રહે છે.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.