નરોડા ગામ ખાતે દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારો માટે મતદાન જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો - At This Time

નરોડા ગામ ખાતે દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારો માટે મતદાન જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો


મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નરોડા ગામ ખાતે પ્રાથમિક શાળા નરોડા ખાતે વયોવ્રુધ્ધ અને દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગ્રુતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ વયોવ્રુધ્ધ અને દિવ્યાંગ મતદારોને લોકશાહીના પાવન પર્વમાં દરેક મતનુ મહત્વ સમજાવી મતદાન મથક પર તેઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે ઉપલબ્ધ સુવિધાઓ જેવી કે, પીવાના પાણીની સુવિધા, શૌચાલય , રેમ્પ, વ્હિલચેર, સ્વયંસેવકો, દિવ્યાંગ અને વયોવ્રુધ્ધ મતદાતાઓ માટે અલગ લાઈન વગેરે જેવી સગવડો વિશે જાણકારી આપવામાં આવી.વધુમાં ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગ વ્યક્તિઓ ફોર્મ-૮ દ્વારા દિવ્યાંગ મતદાતા તરીકે ફ્લેગીંગ કરાવી શકે છે તે વિશે માહિતી આપવામાં આવી. ભારતીય ચુંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદારો માટે સક્ષમ મોબાઈલ એપ શરુ કરવામાં આવેલ છે. તેના વિશે સમજ આપી સક્ષમ એપ મારફત અથવા બી.એલ.ઓ. દ્વારા ફોર્મ-૮ દ્વારા દિવ્યાંગ મતદાતા તરીકે ફ્લેગીંગ, ઘરે બેઠા મતદાન કરવા માટે ફોર્મ ૧૨ ડી ની સુવિધા, મતદાન મથક પર વ્હિલચેર કે સહાયકની સેવા મેળવવા માટે માંગણી કરી શકે છે.મામલતદાર કચેરી, ખાનપુર દ્વારા ઈ.વી.એમ. નિદર્શન કરાવીને ઈ.વી.એમ. દ્વારા મતદાન વિશે સમજ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં નરોડા અને તેની આસપાસના ગામના દિવ્યાંગ મતદારો, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, મહિસાગર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, મહિસાગર શાળાના આચાર્ય, નાયબ મામલતદાર ખાનપુર ઉપસ્થિત રહ્યા હતા. તદઉપરાંત આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા ખાતાની વિવિધ યોજનાઓ વિશે પણ જાણકારી આપવામાં આવેલ હતી.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.