108 ના કર્મચારી અને આશા વર્કર બહેનો ની સરાહનીય કામગીરી
ગત તારીખ 24-06-2024 ના રોજ સવારે 10:17 મિનિટ ના રોજ બોટાદ જિલ્લાના કેરીયા નંબર એક ના વાડી વિસ્તારનો લાખયાણી 108 એમ્બ્યુલન્સ ને ડીલીવરી નો કોલ મળ્યો હતો કોલ મળતા ની સાથે જ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા પણ વરસાદના કારણે વાડીમાં એમ્બ્યુલન્સ જયશકે તેવી શક્યતા ન હતી ત્યારબાદ બે કિલોમીટર સુધીચાલુ વરસાદમાં ઇએમટી હર્ષદભાઈ અને પાયલોટ નિર્મળસિંહ ચાલતા ગયા બહારથી મજૂરી કરવા આવેલા ને ડીલીવરી નો અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો દર્દીની તપાસ કરતા જાણવા મળ્યું કે કે દર્દીની ડિલિવરી સ્થળ ઉપર કરાવવાની ફરજ પડી હતી. સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી ત્યારબાદ માતા અને બાળક બંનેને બે કિલોમીટર સુધી વાડી વિસ્તારમાં ચાલુ વરસાદમાં જોલી ટ્રેચર ઊંચકીને બે કિલોમીટર સુધી એમ્બ્યુલન્સ માં લાવ્યા હતા ત્યારબાદ સારવાર કરતા વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા ત્યાં સ્ટાફ નર્સ શ્રધાબેન અને આશાવર્કર દીપિકાબેન સાથે હતા આમ બોટાદ જિલ્લા ના ઈ એમ ઈ આશિષ વાળા સાહેબ અને પ્રોગ્રામ મેનેજર દિલીપ સોલંકી સાહેબે પ્રશંસા કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.