7 એપ્રિલ: વિશ્વ આરોગ્ય દિવસ: ‘સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા’
7 એપ્રિલ: વિશ્વ આરોગ્ય દિવસ: 'સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા'
દરેક નાગરિકના સ્વાસ્થની લે દરકાર
ડબલ એન્જિનવાળી સરકાર
યોજનાઓનો પરિણામલક્ષી અમલ કરીને સામાજિક જવાબદારીનું સુપેરે વહન કરી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉર્જાવાન ટીમ
'સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા' મંત્ર ભારતીય સંસ્કૃતિની વ્યાપક અને સર્વસમાવેશક આરોગ્ય વિષયક વિચારધારાને પ્રસ્તુત કરે છે. તંદુરસ્ત શરીરને સુખી જીવનનું પ્રથમ સોપાન ગણવામાં આવે છે. રાજ્યનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ, નિરામય અને દીર્ઘાયુ જીવન પ્રાપ્ત કરે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ હેઠળ દરેક નાગરિક માટે આરોગ્યલક્ષી નીતિઓ-યોજનાઓ ઘડવામાં આવી છે. જેનો પરિણામલક્ષી અમલ કરીને સામાજિક જવાબદારીનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉર્જાવાન ટીમ સુપેરે વહન કરી રહી છે.
ત્યારે આજે વાત કરવી વિશ્વ આરોગ્ય દિવસ વિશે. તંદુરસ્ત સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા, નબળા લોકોની સેવા કરવા અને વિશ્વને સુરક્ષિત રાખવાના હેતુ સાથે વર્ષ 1948માં વિશ્વના તમામ દેશોએ સાથે મળીને WHOનો પાયો મૂક્યો હતો. જેથી દરેક વ્યક્તિ સ્વસ્થ રહી શકે. આ દિવસે WHOની સ્થાપના દિવસ તરીકે વિશ્વ આરોગ્ય દિવસની શરૂઆત કરવામાં આવી હતી. તેના બે વર્ષ પછી એટલે કે 1950 માં પહેલી વખત 7 મી એપ્રિલના રોજ વિશ્વભરમાં આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ અબાલ-વૃદ્ધ, મધ્યમ વર્ગ તેમજ સમાજના છેવાડાના વ્યકિતઓ, મહિલાઓ વિશેષ કરી સગર્ભા તેમજ ધાત્રી માતાઓ સહિતના નાગરીકો માટે સતત ચિંતન-મનન કરી અસરકારક આરોગ્યલક્ષી નીતિઓ અને યોજનાઓ ઘડે છે, તેમજ આ યોજનાઓનો પરિણામલક્ષી અમલ થાય તે માટેની પૂરેપૂરી કાળજી લઈ રહી છે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અંતરિયાળ અને છેક છેવાડાના લોકો સુધી સ્વાસ્થ્યલક્ષી પ્રાથમિક સુવિધાઓ તથા આવશ્યક એવી તાત્કાલિક સારવારને સુલભ બનાવી છે. માતાના ગર્ભથી માંડીને બાળકના જન્મ સુધી તથા જીવનપર્યંત સ્વાસ્થ્યલક્ષી યોજનાઓના અસરકારક અમલ દ્વારા અસંખ્ય પરિવારોને આરોગ્યલક્ષી સુરક્ષા કવચ પ્રાપ્ત થયું છે.
સરકાર “મુખ્યમંત્રી અમૃતમ મા યોજના’’ અને ‘મા વાત્સલ્ય યોજના'ના અસરકારક અમલ દ્વારા ગરીબ નાગરિકોનાં સ્વાસ્થ્યની દરકાર લઈ રહી છે. દીકરીઓ અને માતાઓમાં રહેલી પોષણની ઊણપને દૂર કરવા માટે સઘન અને સક્રિય રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિતની અનેક યોજનાઓ તેમજ શાળા આરોગ્ય કાર્યક્રમ, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, માનસિક આરોગ્ય કાર્યક્રમ, રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ સહિતના કાર્યક્રમોનો લાભ ગુજરાતના લાખો દર્દીઓ મેળવી રહ્યાં છે.
નરેન્દ્રભાઇ મોદીના નકશે કદમ ઉપર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે ગુજરાતની વિકાસયાત્રા વધુ ઝડપથી આગળ ધપાવી છે. ગુજરાતી બાંધવોના કલ્યાણ માટે, તેમના જીવનધોરણમાં ગુણવત્તાસભર સુધારો લાવવા પરિણામલક્ષી કામગીરી કરી “સ્વસ્થ ગુજરાત.. સમૃદ્ધ ગુજરાત” બનાવવાના મંત્રને નિરંતર આત્મસાત કરી રહી છે.
બોટાદ બ્યુરો :ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.