માળીયા હાટીનામાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં સિટી સર્વે ઓફિસ
તંત્રના અધિકારીઓની ધોર બેદકારી આવી સામે આવતા પ્રજા લાલ ધૂમ
માળીયા હાટીનાની સિટી સર્વે ઓફિસ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં છે
આ સિટી સર્વે ઓફિસમાં લાઇટ કે પંખા કે નથી કામ કાજ કરવા માટે કર્મચારી માટે ટેબલ, ખુરશી તેમજ રેકોર્ડ રાખવા માટે સારો કબાટ પણ નથી સિટી સર્વે ઓફિસમાં વરસાદનું પાણી પડે છે સિટી સર્વે ઓફિસમાં માળિયા હાટીના ની મિલકતનું વર્ષો જૂનું રેકોર્ડ છે હાલ આ રેકોર્ડ ખેદાન મેદાન થઈ ગયું છે સાવ ખુબજ ખરાબ હાલતમાં અગત્ય નું બધું રેકોર્ડ છે આ ઓફિસમાં અરજદાર માટે તો કોઈ પણ જાત ની સુવિધા નથી દર ગુરુવારે આ ઓફિસ ચાલુ હોય છે પણ આ ઓફિસ માં બેસવા જેવું જ નથી એટલે કર્મચારી ઓફિસ ની બારોબાર ઓટા ઉપર અરજદારો ના કામ કરે છે
આ અંગે જૂનાગઢ જીલ્લા ની વડાકચેરી સુપ્રિટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડ ની કચેરી એ પણ અનેક વખત રજૂઆતો કરેલ છે પણ તંત્ર ધોર નિદ્રામાં ઊંઘતા અધિકારો ઓ કઈ ધ્યાન દેવામાં આવતું નથી તો આ કચેરી માં રહેલ જમીન મકાન દુકાન કે મિલકત નું રેકોર્ડનું નાશ થશે તો કોની જવાબદારી ? તાત્કાલિક આ કચેરીનું નવું બિલ્ડીંગ નહિ બને અથવા તાત્કાલીક બીજી જગ્યા એ ફેરફાર નહી કરવામાં આવેતો માળીયા હાટીનાના ગામ તળ ની મિલકત નું બધુજ અગત્ય નું સાહિત્ય વેર વિખેર થઈ જસે તો તંત્ર ક્યારે જાગશે? એવો પ્રશ્ન લોકો માં ચર્ચાય છે હાલ અરજદારો અને કર્મચારી ઓ ત્રાહિમામ પોકારે છે.
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.