મહિસાગર જિલ્લામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી
બાલાસિનોર વિધાનસભા માટે દાવેદારો નો જમાવડો
મહીસાગરમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ: સૌરભ પટેલ, અશોક ધોરજીયા અને જયશ્રી દેસાઈની અધ્યક્ષતામાં 3 બેઠક માટે કવાયત હાથ ધરાઈ, મોટી સંખ્યમાં દાવેદારો ઉમટ્યાં
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીકમાં છે, તેવામાં તમામ પક્ષો દ્વારા ધારાસભ્ય પદના ઉમેદવારોને લઈ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આજે ભરતીય જનતા પાર્ટી દ્વારા મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં પ્રદેશ માંથી પૂર્વ મંત્રી સૌરભભાઈ પટેલ, અશોકભાઇ ધોરાજીયા અને જયશ્રીબેન દેસાઈના અધ્યક્ષતામાં આ સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતેની સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે. જેમાં જિલ્લાની બાલાસિનોર વિધાનસભા, લુણાવાડા વિધાનસભા અને સંતરામપુર વિધાનસભા બેઠકો માટે તબક્કાવાર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં ટિકિટ મેળવવા મોટી સંખ્યમાં ઇચ્છુક ઉમેદવારો પોતાની દાવેદારી રજૂ કરવા માટે સવારથી જ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે. જ્યાં એક બાદ એક ત્રણેય વિધાનસભા બેઠક પરના ઇચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે. આ સેન્સ પ્રક્રિયા આખો દિવસ ચાલી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.