મહિસાગર જિલ્લાના બાલાસિનોર માં સ્ટેટ મોનિટરીંગ સેલ વિભાગે કર્યા દરોડા જેમાં ૧૬૬૮૦૦ના મુદ્દામાલ સાથે ૨ ઝબ્બે અને ૪ આરોપી વોન્ટેડ જાહેર કર્યા.* - At This Time

મહિસાગર જિલ્લાના બાલાસિનોર માં સ્ટેટ મોનિટરીંગ સેલ વિભાગે કર્યા દરોડા જેમાં ૧૬૬૮૦૦ના મુદ્દામાલ સાથે ૨ ઝબ્બે અને ૪ આરોપી વોન્ટેડ જાહેર કર્યા.*


*

મહિસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં મહારાજની તલાવડી નજીક ખરાબમાં બાવળોની ઝાડીમાં ખુલ્લી જાહેર જગ્યાએ તેમજ જુજેરા માતાજી મંદિર નજીક આવેલા ખેતરના કુવા પાસે શેઢા ઉપર ખુલ્લી જાહેર જગ્યામાં ચાલી રહેલા ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂ ઝડપાયો.

ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બીયર ટીન કુલ્લે ૩૦૪ જેની કિંમત અંદાજે રૂ.૩૫,૫૬૦/- ,અંગ ઝડતી અને દારૂ ના વેચાણ ના રોકડ રૂ.૧૩૨૦/-, મોબાઈલ નંગ-૪ જેની અંદાજિત કિંમત રૂ.૨૦,૦૦૦/-,ટુ વ્હીલર નંગ ૩ ચાવી સાથે જેની અંદાજિત કિંમત રૂ.૧,૧૦,૦૦૦/-, સિલ્વર/વિમાલના થેલા સાથે કુલ અંદાજીત રૂ.૧,૬૬,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો.

*દરોડા દરમિયાન પકડાયેલ બે આરોપીઓમાં*
૧).કિરણભાઈ રમેશભાઈ શનાભાઈ મહેરા.(ભોઈ) રહે. ભોઇવાડા,રાજાપુરી દરવાજા, બાલાસિનોર
૨).અજીતભાઈ અરજનભાઈ ગોકળભાઇ એ સોલંકી(ઠાકોર), મૂળ પીપળાના મુવાડા વણાકબોડી રોડ ઉપર વતનું ફળિયુ તાલુકો ગળતેશ્વર જિલ્લો ખેડા હાલ રહેવાસી બાલાસિનોર સીમમાં મફતભાઈ પટેલ ના ખેતરમાં તાલુકો બાલાસિનોર

*વોન્ટેડ આરોપી*
૧).સમીરભાઈ બાબુભાઈ પિતાંમ્બરભાઈ મહેરા (ભોઈ) રહેવાસી કોઠારી દવાખાના પાસે ગલીમાં, બાલાસિનોર (વિદેશી દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપી- લિસ્ટેડ બુટલેગર)
૨). ગીરીશભાઈ નાથાભાઈ ભોઈ રહે. બાલાસિનોર રાજપુરી દરવાજા , ભોઈવાળો,બાલાસિનોર (વિદેશી દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપીનો ભાગીદાર લિસ્ટેડ બુટલેગર)
૩). સુરેશભાઈ ઇશ્વરભાઇ ઠાકોર રહે. બાલાસિનોર બખલીવાલા સ્કૂલ સામે, હવૈયાવાસ, બાલાસિનોર . (વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા આપી જનાર તથા ધંધાની દેખરેખ કરનારો નોકર )
૪).પ્રકાશભાઈ વાઘેલા જેના પુરા નામની ખબર નથી બાલાસિનોર વાઘરી વાસ (વિદેશી દારૂનું વેચાણ કરનાર નોકર).


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.