ગારીયાધાર મામલતદાર કચેરી ખાતે સંકલન બેઠક યોજાઇ
ગારીયાધારના ધારાસભ્ય સુધીરભાઇ વાઘાણી દ્રારા આજ રોજ ગારીયાધાર મામલતદાર કચેરી ખાતે ગારીયાધાર તાલુકાના વિવિધ વિભાગોના અધીકારીઓ સાથે સંકલન બેઠક કરી
તાલુકાના ખેડુતો અને સામાન્ય જનતાને મદદરૂપ થવા સુચન કર્યા તાલુકા પંચાયતમા અટકી પડેલા વિકાસના કાર્યો ઝડપથી પુર્ણ કરવા તાલુકા વિકાસ અધિકારીને સુચન કરવામાં આવેલ
ખાસ કરીને નગરપાલીકા આંગણવાડી તેમજ મધ્યાહાન ભોજન ના પ્રશ્નો ની વિસ્તૃત ચર્ચા કરી
(૧) નગરપાલીકા : જાહેર રસ્તા પર ના તમામ દબાણ હટાવી રસ્તાને પહોળો કરવા બાબતે
(૨) નગરપાલીકા : ગારીયાધાર શહેરના તમામ પે એન્ડ યુઝ ટોયલેટ બાબતે
(૩) નગરપાલીકા : ગારીયાધાર નગર પાલીકાની પડતર અને વધારા નુ બાંધકામ ની જગ્યા બાબતે
(૪) નગરપાલીકા : ગારીયાધાર શહેરની સફાઈ બાબતે
(૫) નગરપાલીકા : બસ સ્ટેશનથી પાલીતાણા રોડ પરના રસ્તા ની સ્ટ્રીટલાઈટ તેમજ ડિવાઈડર મરામત અંગે
(૬) નગરપાલીકા : ગારીયાધાર શહેરના રસ્તાઓ, ગટરલાઈન તેમજ સ્ટ્રીટ લાઈટ બાબતે
(૭) નગરપાલીકા : ગારીયાધાર શહેર મા પાણી ૪ થી ૫ દિવસે અપાય છે તે રોજે ૩૦ મિનીટ આપવા બાબતે
(૮) આંગણવાડી : તમામ આંગણવાડીઓમા બાળકોને પિવાના પાણી માટે ફિલ્ટર પ્લાટ ન હોય તો મુકવા બાબતે
(૯) આંગણવાડી : તમામ આંગણવાડીમા બાળકો માટે પાણી સ્ટોરેજ તથા ટોયલેટ બાબતે
(૧૦) મધ્યાહાન ભોજન : બાળકોને અપાતા ભોજન બાબતે
આ તમામ પ્રશ્નોનુ ભારપુર્વક નિરાકરણ કરવા સુચન કરવામાં આવ્યું હતું
રીપોટર-અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.