દામનગર શહેર ને આઝાદી પછી સુવિધા ઓ આપવાને બદલે સ્થાપિત હિત સતોષી નેતા ઓએ ઝૂંટવી વધુ આઝાદી પહેલા અમરેલી ને પ્રતાપસિંહરાવ ગાયકવાડ ના શાસન માં એરપોર્ટ સેવા હતી અબજો ખરવો રૂપિયા ની કુદરતી સંપદા ખનીજ ભંડારો દરેક સરકારો માટે રૂપિયો રહી આપતી દુજણી ગાય સમાં ચૂંટણી સમયે હથેળી માં ચાંદ દેખાડતા નેતા ઓ સહનશીલ દામનગર ને કાયમ અન્યાય કેમ કરે છે ? વતન ના વિકાસ માટે સરકાર સમાંતર દાતા સરકાર અજમેરા-મહેતા-નારોલા પરિવારો એ ખૂબ આપ્યું - At This Time

દામનગર શહેર ને આઝાદી પછી સુવિધા ઓ આપવાને બદલે સ્થાપિત હિત સતોષી નેતા ઓએ ઝૂંટવી વધુ આઝાદી પહેલા અમરેલી ને પ્રતાપસિંહરાવ ગાયકવાડ ના શાસન માં એરપોર્ટ સેવા હતી અબજો ખરવો રૂપિયા ની કુદરતી સંપદા ખનીજ ભંડારો દરેક સરકારો માટે રૂપિયો રહી આપતી દુજણી ગાય સમાં ચૂંટણી સમયે હથેળી માં ચાંદ દેખાડતા નેતા ઓ સહનશીલ દામનગર ને કાયમ અન્યાય કેમ કરે છે ? વતન ના વિકાસ માટે સરકાર સમાંતર દાતા સરકાર અજમેરા-મહેતા-નારોલા પરિવારો એ ખૂબ આપ્યું


દામનગર શહેર ને આઝાદી પછી સુવિધા ઓ આપવાને બદલે સ્થાપિત હિત સતોષી નેતા ઓએ ઝૂંટવી વધુ

આઝાદી પહેલા અમરેલી ને પ્રતાપસિંહરાવ ગાયકવાડ ના શાસન માં એરપોર્ટ સેવા હતી

અબજો ખરવો રૂપિયા ની કુદરતી સંપદા ખનીજ ભંડારો દરેક સરકારો માટે રૂપિયો રહી આપતી દુજણી ગાય સમાં

ચૂંટણી સમયે હથેળી માં ચાંદ દેખાડતા નેતા ઓ સહનશીલ દામનગર ને કાયમ અન્યાય કેમ કરે છે ?

વતન ના વિકાસ માટે સરકાર સમાંતર દાતા સરકાર અજમેરા-મહેતા-નારોલા પરિવારો એ ખૂબ આપ્યું

દામનગર સ્થાપના કાળ થી વડોદરા સ્ટેટ નો અનેક રીતે મહત્વ નો તાલુકો મહાલ રહ્યો અનેક સુવિધા ઓથી સુસજ્જ દામનગર ને આઝાદી પછી વધુ સુખ સગવડ આપવાની બદલે છીનવાઈ વધુ (બહુદ) મહારાષ્ટ્ર થી ગુજરાત જુદું પડી ૧૯૬૧ માં જિલ્લા ની પુર્નરચના માં અમરેલી જિલ્લો બનાવવા માટે પ્રથમ દામનગર તાલુકા નો ભોગ લેવાયો દામનગર તાલુકા ને બચાવવા ચૂંટાયેલ સરકાર સામે ઉપવાસ આંદોલન કરતા સ્વર્ગીય રતીબાપુજી એ અંતિમ શ્વાસ સત્યાગ્રહ છાવણી માં છોડ્યા પણ તાલુકા આજ પર્યન્ત ન આપ્યો જનહિત માટે ઉપવાસ દરમ્યાન અંતિમ શ્વાસ લઈ શહીદ થનાર રતીબાપુજી ની કદર પણ ન કરાય આ પહેલો અને હળહળતો અન્યાય દામનગર તાલુકો મટી ગ્રામ પંચાયત કરી દેવાઈ જ્યૂશિયલ કોર્ટ તાલુકા મામલતદાર કચેરી ડેપ્યુટી ઓફ પોલીસ તિજોરી સુધરાઈ તાલુકા હોમગાર્ડ કચેરી સહિત ની સુવિધા એક ઝાટકે છીનવાઈ સ્થાપિત હિત સતોષી નેતા ઓ પોતા ના પદ મોટા કરવા દામનગર ની અનેકો સુવિધા ઓ છીનવી ત્યારથી સતત દામનગર ને સુવિધા આપવા કરતા વધુ છીનવી લેવાઈ નાણાંનિયમન સંસ્થા માંથી કરન્સી અને કાળુભાર પાણી પુરવઠા નું હેડક્વાર્ટર બાદ વિશાળ બગીચા ની ખુલ્લી જમીન બસ સ્ટેન્ડ ની ઉત્તમ પરિવહન સુવિધા માટે અપાયેલ ખાત્રી નું સુરસુરીયું કરી ખૂબ મોટી જગ્યા લઈ લેવાઈ રેલવે સ્ટેશન રોડ ઉપર અમરેલી જિલ્લા પંચાયત ના વિશાળ કમ્પાઉન્ડ સાથે ની ભવ્ય ઇમારત સર્કિટ હાઉસ બંધ કરી લેવાયું ઉપરાંત જૂથ પાણી પુરવઠા નો સૌથી મોટા સંપ ને એકાએક પાંખો આવી ઉડી ને બીજા તાલુકા માં ઉતારી સ્થાપિત હિત સતોષી નેતા ઓએ આ વિસ્તાર માટે પુણ્ય ને બદલે પાપ કર્યું સાવરકુંડલા-ભાવનગર હાઇવે નુ કામ ૧૯૮૫ માં નક્કી થયું આજે ૩૫-૪૦ વર્ષ થી આ રોડ નું કામ ગોકળ ગાય ની ગતિ એ ચાલે છે આ છે ગતિ શીલ ગુજરાત
આઝાદી પછી અમરેલી જિલ્લા એ મેળવ્યા કરતા ગુમાવ્યું વધુ સરકારો ને સદ્ધરતા બક્ષવા માં મોખરે અમરેલી જિલ્લો આઝાદી પછી દરેક સરકારો માટે દુજણી ગાય સમો સાબિત થયો કુદરતી સંપદા ની લ્હાણી કરવા માં ઈશ્વરે મહેર કરી ટન મોઢે કુદરતી સંપદા ખનીજ ભંડારો નો ખનજો એટલે અમરેલી ના રાજુલા કોડીનાર જાફરાબાદ લાઠી ખંભા વડીયા કુંકાવાવ બાબરા સહિત સમગ્ર જિલ્લા નો ખનીજ ભંડાર કેલરાઈડ ચાઈના ફ્લે બોક્સઇડ નેચરલ ફ્લે માલ ફ્લે લાઇમસ્ટોન વ્હાઇટ ફ્લે બાંધકામ પથ્થર બલ્કેટ્રેપ બેન્ટોનાઈટ રેતી મુરમ સાદી માટી મીઠું કેલ્સાઈડ ક્વાર્ટઝ બોકસાઈડ ડોલોમાઈટ ગ્રેનાઈટ બાબરા સેન્ડસ્ટોન રાજુલા વિકાસ કામો માં રેલવે લાઈન માં વપરાતા રોકા થી લઈ બાંધકામ મટિરિયલ્સ પૂરું પાડ્યું અને પાડી રહ્યું છે લાઠી તાલુકા નું મેથળી જાફરાબાદ મચ્છી ઉત્પાદન માં મહત્વ નું રહ્યું છે અંગ્રેજો એ શરૂ કરેલ ટ્રેન સેવા મટી માલ પરિવહન માટે વધુ મહત્વ આપ્યું આતો રેલવે પાટા નીકળ્યા છે એટલે નહિતર ટ્રેન ના સ્ટોપ માટે પણ આંદોલનો પછી મહા મુસીબતે જેવી તેવી મુસાફરી મળી રહી છે હજુ મુંબઈ ની સુધી ટ્રેન નથી તેમાંય દામનગર તો પહેલે થી સહનશીલ રહ્યું છે ઢોર દોહતી વખતે જેમ ખોળ નું તગારું મૂકી દોહન કરાય તેમ ચૂંટણી સમયે મત દોહન માટે આવતા નેતા એ પ્રજા ના કર ના નાણાં માંથી સુવિધા આપી પોતા ની તકતી ઓ લગાડ્યા સિવાય શુ આપ્યું ? ધન્યવાદ આપવો પડે ઉદારદિલ દાતા ઓને કે જેમણે અન્ય મહાનગરો શહેરો માં સ્થાયી થઈ સુખી સંપન્ન થયેલ દાતા ઓના દીકરા દીકરી અહીં ભણવા ગણવાના ન હોયવકે આવતા ભવિષ્ય માં દામનગર ની કોઈ સંસ્થા નો ઉપીયીગ પણ કરનાર નથી તેમ છતાં પ્રાથમિક સુવિધા ઓમાટે ઉદારતા દાખવી બાલમંદિર થી લઈ ઉચ્ચતર માધ્યમિક શાળા હાયરસેકડરી સ્કૂલ પ્રાથમિક શાળા આરોગ્યધામ પીવા ના પાણી કન્યા શાળા સાર્વજનિક દવાખાનું આપી અજમેરા ઉત્તમચંદ મોરારીજી ધીરજ મોરારીજી માધવરાય સવાણી કે.કે નારોલા શેઠ મુલજીભાઈ છગનભાઈ મહેતા માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા જેવા વતન પ્રેમી ઓને ખરેખર મનવંદન કરવા જેવું સરકાર સમાંતર દાતા સરકારો એ કામ કર્યું છે રહી વાત અમરેલી ને એરપોર્ટ ની તો પ્રતાપસિંહરાવ ગાયકવાડે અમરેલી ખાતે એક નાનકડું હવાઈ મથક બનાવ્યું હતું અમરેલી - વડોદરા વિમાની સેવા ડબલ પંખાવાળા નાનકડા વિમાનઘર હંગાર નજીક બન્યું હતું પાઇલોટ મી ભાટ દ્વારા ચાલતા આ પ્લેન માં ટેક્નિકલ ખામી સર્જાય અને ૮૦-૯૦ ફૂટ ની ઉંચાઈ પટકાતા એક વડોદરા ના ઉચ્ચ અધિકારી ના પુત્ર અને પાઇલોટ નું અવસાન થતાં ટપાલ સેવા અને વિશેષ અવરજવર ની હવાઈ સેવા બંધ થયા ને સદી થવા આવી જમીન થી આસમાન સુધી શાન ધરાવતા કોઈ નેતા આ સેવા પુનઃ શરૂ કરાવી નથી શક્યા વિકસિત યાત્રા ઓ વચ્ચે દામનગર શહેર સહિત ત્રીસ જેટલા ગામડા ઓને રેવન્યુ ઉતારા કે જાતિ આવક ના દાખલ રેશન કાર્ડ અન્ન પુરવઠા જેવા સામાન્ય કામો માટે તાલુકા મથકે અવરજવર કરવી પડે છે જિલ્લા ની પુનરર્ચના વખતે ગેજેટ માં લાઠી-દામનગર તાલુકો લખાયેલ પણ આ વિસ્તાર ને સતત અન્યાય ફૂટબોલ ના દડા જેમ વારંવાર સીમાંકન ના નામે ક્યારેક લાઠી લીલીયા તો ક્યારેક લાઠી બાબરા સાથે સગવડીયું જોડાણ કરાય છે કોઈ કદાવાર નેતા નથી મળી રહ્યો નેતૃત્વ નો અંધારપટ છે તેવું લાગી રહ્યું છે પીપવવા બંદર ગાંધી બંધુ ઓની દુરંદેશી છે પરિવહન નહિ પણ ગુડ્ઝ ટ્રેન સિમેન્ટ કે સ્ટાઇલ બનાવટ સહિત અનેક પ્રકાર ના ખનીજ ના વહન ને વધુ મહત્વ રેલવે ને નફા માં વધુ રસ સેવા માં નહિ આ વિસ્તાર ને જરૂર છે ખોડીદાસબાપા જેવા સાર્વજનિક સબળ નેતૃત્વ ની સર્વજન સુખાય સર્વ જન હિતાય ઘર આંગણે રોજગારી હજારો હાથ ને હુન્નર કૌશલ્ય ખેતી ને પાણી અપાવી શકે તેવા પાણીયાળા નેતા ની જરૂર

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.