છાંયા-નવાપરા મિત્ર મંડળ દ્વારા ફલેમિંગોને બચાવાયું
છાંયા-નવાપરાની ખાડીમાં હાલમાં વિશાળ સંખ્યામાં લેઝર ફ્લેમિંગો અને ગ્રેટર ફ્લેમિંગો સહિત કંજ અને કરકારા જેવા પક્ષીઓ આવી પહોંચ્યા છે,ત્યારે નવાપરા મિત્ર મંડળ તથા જીવદયાપ્રેમીઓને કોઈએ જાણ કરી હતી કે, ફ્લેમિંગો પક્ષી પતંગના દોરામાં ફસાઈ ગયું છે, તેથી ખાડીના પાણી ખુંદીને યુવાનો ત્યાં પહોંચી ગયા હતા અને પતંગના દૌરામાંથી આ પક્ષીને મુક્ત કર્યું હતુ. મકરસંક્રાંતિ હવે નજીક આવી રહી છે, ત્યારે હાલ પતંગના દોરામાં પક્ષીઓ ફસાઈ જવાના અનેક બનાવ બનશે અને અસંખ્ય પક્ષીઓ ઘાયલ પણ થશે તેથી જયાં ક્યાંય પણ આવી રીતે ફસાયેલા પક્ષીઓ નજરે ચડે તો તાત્કાલિક તેને દોરાથી મુક્ત કરવા માટે તથા પક્ષીપ્રેમી સંસ્થાઓનો સંપર્ક સાધીને એમને સારવાર આપવા માટે લોકો કામ કરે તેવી અપીલ થઈ છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.