વિસાવદર કોર્ટ માએડવોકેટ એન આર દવે ની કાયદાકીય દલીલ ને લઈને ચેક રિટર્ન ના કેસમાં આરોપીને બે વર્ષની જેલની સજા તથા રૂપિયા 19,80,000 નો દંડ - At This Time

વિસાવદર કોર્ટ માએડવોકેટ એન આર દવે ની કાયદાકીય દલીલ ને લઈને ચેક રિટર્ન ના કેસમાં આરોપીને બે વર્ષની જેલની સજા તથા રૂપિયા 19,80,000 નો દંડ


🔹પ્રેસ નોટ🔹

ચેક રિટર્ન ના કેસમાં આરોપીને બે વર્ષની જેલની સજા તથા રૂપિયા 19,80,000 નો દંડ ફટકારતી વિસાવદર કોર્ટ
વિસાવદર કોર્ટે દ્વારા ફોજદારી કેસ નં.193/18 ના કામે ચેક રિટર્ન ના કેસમાં આરોપીને બે વર્ષની જેલની સજા તથા ચેકની રકમનો બમણો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.કોર્ટના આ હુકમથી સમગ્ર પંથકમાં ચેક આપનાર આરોપીઓમાં ફાફડાટ ફેલાયો છે.આ સમગ્ર કેસની હકીકત એવી છે કે વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે રહેતા અને ખેતી કામ કરતા દિનેશભાઈ ગોવિંદભાઈ સતાસિયાએ આ ગુનાના આરોપી ગોવિંદભાઈ ટપુભાઈ ગોંડલીયા રહે.ગુંદાળા(ગીર) તા.મેંદરડા વાળા સાથે છોડવડી ગામ મુકામે ભાગીદારી માં સાદીયાવાવ તળાવ બનાવવાનો પેટા કોન્ટ્રાક્ટ રાખેલ હતો. અને આ કામ બાબતે બંને પક્ષકારો વચ્ચે લેખિત કરાર પણ કરવામાં આવેલ હતો. આ તળાવ બનાવવાનું સમગ્ર કામ પૂર્ણ થતા બંને પક્ષકારો વચ્ચે નફા-નુકસાની નો હિસાબ કરવામાં આવેલ હતો, અને આ હિસાબ મુજબ ફરિયાદીની બાકી લેણી નીકળતી રકમ રૂપીયા.નવલાખ નેવું હજાર (રૂ.૯૯૦૦૦૦)ની ચુકવણી કરવા માટે આરોપીએ ફરિયાદી દિનેશભાઈ ગોવિંદભાઈ સતાસિયાને રૂપિયા નવ લાખ ૯૦ હજારનો ચેક આપેલ હતો ફરિયાદી એ ચેક ની તારીખે આ ચેક બેંકમાં વટાવવા નાખતા આરોપીના ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી આ ચેક "અનસફીન્સિયન્ટ બેલેન્સ" ના શેરા સાથે ચેક રિટર્ન થયો હતો.ચેક રિટર્ન થતા ફરિયાદીએ પોતાના વકીલ મારફત આરોપીને કાનૂની નોટીસ આપી હતી.આ લીગલ નોટિસ આરોપીને મળી જવા છતાં પણ આરોપી તરફથી ફરિયાદીને ચેક વાળી રકમ ન ચૂકવવામાં આવતા ફરિયાદીએ પોતાના એડવોકેટ નિતેશભાઇ આર. દવે મારફત વિસાવદર કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હતી.અને આ સમગ્ર કેસ વિસાવદર કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ શ્રી નિતેશભાઈ દવે એ નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ ની કલમ 138 ની વિવિધ જોગવાઈ તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટ ના વિવિધ ચુકાદોઓ ટાંકી ને કાયદાકીય વિસ્તૃત દલીલો કરતા નામદાર વિસાવદર કોર્ટ દ્વારા આરોપી "ગોવિંદભાઈ ટપુભાઈ ગોંડલીયા" રહે. ગુંદાળા (ગીર) તા.મેંદરડા વાળાને બે વર્ષની જેલની સજા તથા રૂપિયા 19 લાખ 80 હજાર (રૂ.૧૯૮૦૦૦૦) નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ હતો.કોર્ટના આ હુકમથી સમગ્ર વિસાવદર પંથક માં ફફડાટ ફેલાયો છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.