પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય બોટાદ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અને જળ જન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજયો
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય બોટાદ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અને જળ જન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજયો
નશો એ સામાજિક દુષણ છે.દેશ ની આબાદી માં કરોડો લોકો બીડી ,સિગરેટ ,તમાકુ ,ગુટખા ડ્રગ અને દારૂ ના ગુલામો છે.જેને લઈ સ્વાસ્થ્ય લઈ અનેક બીમારીઓ નો ભોગ બને છે.જેને લઈ ભારત સરકાર અને બ્રહ્માકુમારીઝ ના સંયુક્ત ઉપક્રમે નશા મુક્ત ભારત અભિયાન શરૂ કરેલ છે જે અન્વયે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા રાજયોગ મેડિટેશન અંતર્ગત મન સકારાત્મક બને છે જેને લઈ જે કોઈ નશો /વ્યસન વશ હોઈ તેમાંથી મુક્ત થાય છે.
જળ જન અભિયાન ભારત સરકાર જળ શક્તિ મંત્રાલય અને બ્રહ્માકુમારીઝ સંસ્થા ગ્રામ વિકાસ પ્રભાગ ના સંયુક્ત ઉપક્રમે ચલાવવામાં આવેલ છે. પાણી અને પ્રકૃતિ ના સંરક્ષણ માટે સામુહિક ચેતના પ્રખર બને તે માટે અભિયાન હાથ ધરેલ છે.
આ બન્ને અભિયાન નો મંગલ શુભારંભ તા.૨૩/૭/૨૩ રવિવારે ઠે ,પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય , ઓમ શાંતિ નગર , ભાવનગર રોડ બોટાદ ખાતે સંસ્થા ના વડા રાજ યોગીની બી.કે.નીતા બેન ના અધ્યક્ષ સ્થાને યોજાયો. કાર્યક્રમ નો શુભારંભ પરમાત્માની યાદ પછી મહાનુભવો ના વરદ હસ્તે દીપ પ્રગટન થી કરવામાં આવેલ.આ પ્રસંગે બોટાદ જીલ્લા પંચાયત ના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી , બોટાદ નગરપાલિકા ના સેની.ઇસ્પેક્ટર ડી.બી.માઢક , જાયન્ટ્ગ્રુપ ઓફ બોટાદ ના પ્રમુખ ચંદુભાઇ સાવલીયા , ભા. ડી.કો.બેંક ના ડિરેક્ટર દામજી ભાઈ ઢીકવાળી , બી.કે.વર્ષા બેન ઉપસ્થિત રહેલ.
આ કાર્યક્રમ માં જળ જન અભિયાન અને નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ની માહિતી બી.કે.નીતા બેને આપેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.