વિધર્મી પાડોસીઓએ મઢમાં ઘુસી ભુવાને બહાર કાઢી ઢોર માર માર્યો: સશસ્ત્ર હુમલો કરી તોડફોડ - At This Time

વિધર્મી પાડોસીઓએ મઢમાં ઘુસી ભુવાને બહાર કાઢી ઢોર માર માર્યો: સશસ્ત્ર હુમલો કરી તોડફોડ


સામાન્ય વાતમાં શહેરના ભગવતીપરામાં પડોશી વિધર્મી પરિવારે મઢમાં ઘુસી ભુવાને ઘર બહાર કાઢી છરી અને તલવારથી હુમલો કરી હાથ ભાંગી નાંખતા યુવકને સારવારમાં ખસેડાયો હતો
બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ત્રણ મહિલા સહિત આઠ શખ્સો સામે ગુનો નોંધી ત્રણ આરોપીને સકંજામાં લઈ કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે ભગવતીપરામાં વિજયવન સોસાયટી શેરી નં.1 માં રહેતાં કેવલભાઇ શૈલેષભાઇ પીપળીયા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે આદિલ હનીફ સોઢા, શાહરૂખ હનીફ સોઢા, જાવેદ હનીફ સોઢા, મહમદ સીદીક ધડકાઈ, રુહાન આદિલ સોઢા, રેશમા જાવેદ સોઢા, અક્ષા સીદીક ધડકાઈ અને સબાનાબેન ઉર્ફે ડાડણ ઇકબાલ મિયાણાનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે આરોપીઓ વિરૂદ્ધ 307, 323, 324, 325, 504, 506(2), 449, 427, 143, 147, 148 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેઓ માધાપર ચોકડી પાસે ઈંડાની લારી હોય ત્યા બેસી વેપાર કરે છે. તેના પિતા શૈલેષભાઇ રીક્ષા ડ્રાઇવીંગ અને તેમની માતા રંજનબને ઘરકામ કરે છે. તેઓ બે ભાઇ-એક બહેનમાં મોટા બાદ ભાઈ વિશાલ અને સૌથી નાની બહેન જ્યોતી છે. તેમજ મારા ફઇની દિકરી પીયુ (ઉ.વ.19) જે છેલ્લા દસેક વર્ષથી અમારી સાથે રહે છે. તેમજ તેઓના મકાનના પહેલા માળે માતાજીનો મઢ આવેલ છે. તે માતાજીના ભુવા છે. હાલમાં નોરતા શરૂ હોય હું કામ ઉપર જતો નથી અને મારા ઘરે જ માતાજીના પુજા પાઠ કરૂ છુ.ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના સુમારે હું મારા ઘરે ઉપરના માળે હતો અને મારા ઘરે મારા માતા રંજનબેન તથા બહેન જ્યોતી નીચેના માળે હતા અને ફઇની દિકરી પીયુ ઘર પાસે બહાર હતી.
તે દરમ્યાન ઘરનો દરવાજો જોરથી બંધ થવાનો અવાજ આવેલ અને ઘર બહારથી મકાનના દરવાજા ઉપર કોઇ હથીયારો વડે માર મારવાનો તથા ગાળો બોલવાનો અવાજ આવતો હતો. દરમ્યાન ઘરનો દરાવાજો તુટી જતા જોયેલ તો ઘરની અંદર રેશમા સોઢા, અફસાના ધડકાઇ, શબાનાબેન ઉર્ફે ડાડણ મીયાણા ઘરમા ઘુસી આવેલ અને કહેલ કે, આ પીયુ છત ઉપર ચડી અમારા ઘરની છત ઉપર કેમ જોવે છે કહી ત્રણેયે મારી ફઇની દિકરી તથા માતા અને બહેન સાથે ગાળો બોલી જપાજપી કરવા લાગેલ હતાં.તેમજ શબાનાબેને ઘરમાં પડેલ લાકડાના ધોકો હાથમા લઇ બહેન તથા માતાને મારમારવા લાગેલ અને હું ઉપરથી તેમને સમજાવતો હતો
તે દરમ્યાન શાહરૂખ સૌઢા, જાવેદ સોઢા છરી સાથે અને આદીલ સોઢા તલવાર સાથે તેમજ મહમદ ધડકાઇ અને રુહાન આદિલ ધોકા-પાઇપ સાથે ઘરમાં ઘુસી ગાળો આપવા લાગેલ જેથી તેમને ગાળો આપવાની ના પાડતા પાંચેય શખ્સો ફળીયામાં રહેલ સીડી વડે ઉપરના માળે આવતાં ફરિયાદી ભયભીત થઈ મઢવાળા રૂમમાં જતા રહેલ દરમ્યાન શાહરૂખે કહેલ કે, આજે તો તને પતાવી જ નાખવો છે કહી છરી વડે હુમલો કરતાં હાથમાં ઇજા પહોંચી હતી. તેમજ સિદીક અને રૂહાને પાઇપ તથા ધોકા વડે શરીરે આડેધડ માર મારવા લાગેલા અને જાવેદ સોઢાએ છરી વડે તથા આદીલ સોઢાએ તલવાર વડે બેઠકના ભાગે તથા પીઠ પાછળના ભાગે ઘા ઝીંકતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી.
તેમજ હુમલાખોરો તેમને ઇજાગ્રસ્ત હાલતમાં ઘરની બહાર ઢસડી શેરીમા લઇ ગયેલ અને શેરીમા બધાએ ભેગા મળી હથીયારો વડે તથા ઢીકાપાટુનો ઢોર માર મારતા હતાં ત્યારે તેમને બચાવવા તેમની માતા અને બહેન વચ્ચે પડેલ જેઓને પણ આ લોકો માર મારવા લાગેલ બાદમાં શેરીમા લોકો એકઠાં થઇ જતા આ આરોપીઓ નાસી છૂટ્યા હતાં. બાદમાં 108 મારફતે તેમને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાથમાં ગંભોર ઇજા પહોંચતા હાથમાં ફ્રેકચર થયેલ છે. બનાવ અંગેની ફરિયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઇ આર.જી.બારોટ અને ટીમે ત્રણ આરોપીઓને સકંજામાં લઈ અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.