ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામે ભુતનાથ મહાદેવનાં સાનિધ્યમાં ઘીની પૂંજા અને ભવ્ય મેળાનું આયોજન હજારો શિવ ભક્તોએ લિધો દર્શનનો લાભ લોકોમાં આનંદ
તા:27 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે આવેલ ચંદ્રભાગા નદીનાં કિનારે એક ભુતનાથ મહાદેવનું શિવજીનું ધાર્મિક મંદિર આવેલું છે ત્યાંથી પ્રચાર થતી પુર્વ દિશામાં જતી સૂર્યદેવતા સામે એક વિશાળ ચંદ્રભાગા નદી પણ આવેલી છે જ્યાં આજે હજારો વર્ષ ઈતિહાસ પહેલા એક શિવલિંગની કૌરવ અને પાંડવો દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી આજે આ મંદિરમાં દર શ્રાવણ માસનાં અંતિમ અમાસનાં દિવસે ઘીની અને બરફની પૂંજા ચડાવવામાં આવે છે અને એક ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં દરેક સમાજનાં લોકો આ પૂંજા ચડાવવા માટે પણ દર વર્ષે આ મંદિરમાં સેવા તરીકે અનેક કાર્યકરો જોવાં મળતા હોય છે
જેમાં આ વર્ષે હાલમાં બોડીદર ગ્રામ પંચાયતનાં સરપંચ મોરારજીયા બાજુબેન ભોજાભાઇ તેમનાં ધર્મપત્તિ મોરાસીયા ભોજાભાઇ રાજાભાઈ પોતાનાં સ્વખર્ચએ ઘીની પૂંજા ચડાવવાનું આયોજન કર્યું હતું જેમાં બોડીદર ગામનાં અનેક લોકો તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકો પિતૃને પાણી ચડાવવા માટે અને ઘીની પૂંજાનાં દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જેમાં વહેલી સવારથી જ પિતૃને પાણી ચડાવવા માટે અનેક લોકોએ લાઈનો લગાવી હતી બપોરના સમયમાં થોડું ટ્રાફિક ઓછું થતાંની સાથે બપોર પછી મેળાનો પણ જમાવડો પણ જોવા મળ્યો હતો અને અનેક ધંધાર્થીઓએ વેપાર-ધંધા કરીને પોતાની રોજગારી પણ મેળવી હતી જ્યાં આજે પણ ભુતનાથ મંદિરમાં લોકો પણ દર્શન કરતાં જોવા મળે છે અને આ મંદિરનું વાતાવરણ પણ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું
જેમાં સવારે 5 કલાકે અને 8 વાગ્યે અને રાત્રે 7 વાગ્યાનાં સમયમાં ત્રણ આરતી પુંજા અર્ચના પણ કરવામાં આવી હતી ત્યાંનાં પૂજારી સંતશ્રી પૂનમપૂરી બાપુએ નાના બાળકોને ચોકલેટ અને નાની ગોળીઓ પ્રસાદ રૂપે વહેંચીને બાળકોને પણ ખુશ કરી દિધા હતાં તેમજ આશીર્વાદ પણ આપ્યા હતાં જ્યારે સરકારશ્રી એ નાના બાળકોને અમાસનાં દિવસે રજા જાહેર કરતાં બાળકો તથા સ્કૂલ પ્રવાસ પણ જોવા મળ્યા હતાં જેમાં સોમનાથ એકેડેમિક સ્કૂલનાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીની હાજરી જોવા મળી હતી ત્યારે અનેક લોકોએ અખંડ બ્રહ્માંડનાં માલિક મહાદેવનાં દર્શન કરીને અમાસનાં દિવસે આશીર્વાદ લઇને ધન્યતા પ્રાપ્ત કરી હતી
પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.