વડોદરા પરફરતીકુઇ પાસે આવેલ ગંદકી ને લઈ ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફટકારાઇ.
ડભોઈ વડોદરા હાઈવે પર ફરતીકુઇ ખાતે આવેલ હોટલ કબીર ને ગ્રામ પંચાયત દ્વારા ગંદકી ને લઈ નોટિસ ફટકારાઇ છે જાણવા મળ્યાં મુજબ ડભોઈ વડોદરા હાઈવે પર ફરતીકુઇ ખાતે આવેલ હોટલ કબીર ને ફરતીકુઇ ગ્રામ પંચાયત દ્વારા ગંદકી ને લઈ નોટિસ ફટકારી છે જેમાં જણાવ્યા મુજબ ફરતીકુઇ હાંસાપુરા ગામ ને સ્વચ્છ બનાવવા ભગીરથ પ્રયાસ કરાઈ રહ્યો છે જયાં હોટલ કબીર ના પાછલા ભાગે હોટલ નું ગંદુ પાણી અને ગંદકી કરવા માં આવે છે જે નોટિસ બજે તાત્કાલિક બંધ કરવા જણાવાયું છે સાથે સાથે જો ગંદકી કરવા માં આવશે તો પોલીસ એકટ ની પ્રકરણ ૪ હેઠળ ની કલમ ૩૩ , ૪૩ તેમજ સી . આર . પી . સી ની કલમ ૧૩૩ , ૨૬૯ ૨૬૭/૧ ૨૬૭/૨ હેઠળ તેમજ ગુજરાત પંચાયત અધિનિયમ ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અત્રેઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં હાઈવે પર ની એક હોટલ માં ગંદકી દૂર કરવા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર જાનહાનિ થવા પામી હતી હવે જોવું રહયું કે હોટલ કબીર ગ્રામ પંચાયત ની નોટિસ ને લઈ ગંદકી ફેલાવતી બંધ કરશે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.