૫ ઓકટોબર આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ
કોઈ પણ સમાજ અથવા દેશનું સારું ભવિષ્ય બનાવવાની જવાબદારી તે દેશના શિક્ષકોની છે. તેઓ જે તે દેશના નાગરિકોને સફળતાના શિખરો સુધી પહોંચવાનો માર્ગ બતાવવાનું કામ કરે છે. આ સાથે તેઓ એ પણ જણાવે છે કે, કેવી રીતે સાચા-ખોટાની પરીક્ષા કરવી. આ રીતે, વ્યક્તિના પ્રથમ ગુરુને તેની માતા કહેવામાં આવે છે, જ્યારે શિક્ષક તેને સાંસારિક અનુભૂતિ મેળવવા માટે એટલે કે જીવનમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપે છે.
આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસની શરૂઆત
શિક્ષા દ્વારા નવી પેઢીમાં જ્ઞાનનો દિપક પ્રગટાવનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. તો ચાલો આજે આ ખાસ દિવસે જાણીએ તેની સાથે જોડાયેલ રસપ્રદ વાતો.
સૌ પ્રથમ વાર 1966માં યુનેસ્કો અને આંતરારાષ્ટ્રીય શ્રમ સંગઠનની એક બેઠક થઇ હતી, જેમાં શિક્ષકોના અધિકારો, જવાબદારીઓ, રોજગાર અને આગળના શિક્ષણની સાથે ગાઇડલાઇન બનાવાની વાત કરવામાં આવી.
સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ શિક્ષક દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે મનાવવા વર્ષ 1994માં 10 દેશોના સમર્થન સાથે યુનેસ્કોના પ્રસ્તાવને પસાર કરવામાં આવ્યો. ત્યાર બાદ 5 ઓક્ટોબર, 1994થી આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ મનાવવામાં આવ્યો. જોકે વિવિધ દેશોમાં અલગ અલગ તારીખે પણ શિક્ષક દિવસ મનાવવામાં આવે છે.આ દિવસ વિશ્વના 100 દેશોમાં મનાવવામાં આવે છે.
ભારતમાં શિક્ષકથી છેક રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચનારા આદર્શ રાજપુરુષ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવાય છે
યૂનેસ્કોએ ઉચ્ચતર શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષકોની સ્થિતિને લઇને વર્ગિકરણ કર્યુ હતું. માણસને સંસ્કાર આપીને સારો નાગરિક બનાવવામાં શિક્ષણનો મોટો ફાળો છે.આથી શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુંથી યુનેસ્કો દ્વારા દર વર્ષે શિક્ષક દિન ઉજવાય છે.
આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસનું મહત્વ
આ દિવસ મનાવવા માટે એક ખાસ ઉદ્દેશ્ય છે કે શિક્ષકોના મહત્વ અને તેના યોગદાનને સન્માન આપવામાં આવે. તે સંપૂર્ણ રીતે સમગ્ર વિશ્વના શિક્ષકોને સમર્પિત છે. આ દિવસનું મહત્વ સમગ્ર દુનિયામાં છે, શિક્ષક છે તો કાલ છે અને કાલ છે તો રાષ્ટ્ર છે, રાષ્ટ્ર છે તો દુનિયા છે. આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસનો ઉદ્દેશ્ય દુનિયા ભરના શિક્ષકોની સરાહના કરવાનો, મૂલ્યાંકન અને સુધાર પર લોકોનું ધ્યાન કેન્દ્રીત કરવાનો છે. વિશ્વમાં શિક્ષકોની જવાબદારી, તેમના અધિકારો અને આગળના ભણતર માટે તેમની તૈયારીને મહત્વ આપવામાં આવે છે.
શિક્ષક દિવસનું મહત્વ
કોઈપણ દેશનું ઉજ્જવળ ભવિષ્ય તે દેશના શિક્ષકો પર નિર્ભર છે. તેઓ યુવાનોને સાચી દિશામાં આગળ વધે અને સાચો રસ્તો બતાવે તે માટે કામ કરે છે. તેઓ દેશના નેતાઓ, ડૉક્ટરો, એન્જિનિયરો, ખેડૂતો, શિક્ષકો, ઉદ્યોગપતિઓનો પાયો તેમની છત્રછાયામાં નાખે છે અને દેશના ભાગ્યને યોગ્ય આકાર આપે છે. આ ઉપરાંત સમાજમાં નૈતિક અને આદર્શ નાગરિકોના નિર્માણમાં પણ તેમનો અભિન્ન ફાળો છે. આટલી મોટી ભૂમિકા ભજવનાર શિક્ષકોના સન્માન માટે આ દિવસ ઉજવવામાં આવે છે.
વિશ્વ શિક્ષક દિવસ 2022 ની થીમ
વિશ્વ શિક્ષક દિવસ 2022 ની થીમ
છે."Transformation of education starts with teachers" એટલે કે “શિક્ષણનું પરિવર્તન શિક્ષકોથી શરૂ થાય છે”.
આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ યૂનિસેફ, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન અને આંતરરાષ્ટ્રીય શિક્ષાની સાથે ભાગીદારીમાં મનાવવામાં આવે છે.આજે, વિશ્વ શિક્ષક દિવસ પર, સમાજને શીખનારાઓની સંભવિતતામાં પરિવર્તન લાવવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકાની ઉજવણી કરવામા આવે છે.
લેખન
ડૉ સચિન જે પીઠડીયા G.E.S Class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ
રિપોર્ટર
સુદીપ ગઢિયા
9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.