ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મદિવસને જન્માષ્ટમીનાં તહેવારનાં રૂપમાં ઉજવાય છે : પી.વી ભાયાણી
ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મદિવસને જન્માષ્ટમીનાં તહેવારનાં રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમની તિથિ જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ તહેવારને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. જન્માષ્ટમી હિંદુઓનો વાર્ષિક તહેવારના રૂપમાં ઉજવાય છે. આ તહેવાર રક્ષાબંધનથી આઠમા દિવસે આવે છે. આ દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં ભવ્ય ઉજવણી કરે છે. લોકો ઘરમાં પણ શ્રીકૃષ્ણના ગોકુળિયું સજાવે છે અને આખો દિવસ ઉપવાસ કરે છે અને જુદી – જુદી વાનગીઓનો ભોગ કે 56 ભોગ લગાવે છે. ભગવાન શ્રી કૃષ્ણનું રાજ્ય એવી દ્વારકા નગરી અને એમનું જન્મસ્થળ એવી મથુરાનગરીમાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય છે. લોકો કૃષ્ણભક્તિમાં ડૂબી જાય છે. આપણે જાણીએ જ છીએ કે જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. મંદિરોમાં અને ઘરોમાં પણ લોકો જન્માષ્ટમીને દિવસે રાત્રે શ્રીકૃષ્ણનો અભિષેક, પૂજન અને આરતી કરીને ઉજવણી કરે છે. આજનાં દિવસે મંદિરો અને હવેલીઓમાં ભક્તોની ભીડ ઉમટે છે પોતાનાં વ્હાલા બાલગોપાલને હિંડોળામાં ઝુલાવવા માટે. શ્રાવણ મહિનામાં શ્રી કૃષ્ણ ભગવાનનાં હિંડોળાનાં દર્શન કરવા મળે એ પણ એક લ્હાવો છે. ત્યારે જસદણ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પીવી ભાયાણી દ્વારા જન્માષ્ટમીની તમામ કર્મચારીઓ અને જસદણની જનતાને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.