ધંધુકા નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામા આવી. - At This Time

ધંધુકા નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામા આવી.


ધંધુકા નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામા આવી.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પાલિકા દ્વારા ધંધુકા શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ધંધુકા શહેરના ઠેર ઠેર વિસ્તારોમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવશે.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે ઠેર ઠેર જગ્યાએ પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સરકારી હોસ્પિટલ ખાતે આવેલ વરસાદી પાણીની નાળમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી જેમાં કબુતરો દ્વારા તેમજ વરસાદી પાણી ભરાતા ખુબ ગંદ મારતી હોય છે ને આજુબાજુના પાંચ થી આઠ સોસાયટીના રહીશોને ગંદકીનો સામનો કરવો પડતો હોય છે. જયારે ચીફ ઓફિસર ધંધુકા નગરપાલિકાના માર્ગદર્શન હેઠળ ધંધુકા નગર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઝી અહેમદ પટેલ અને મુકાદમ યાસીનભાઈ મન્સૂરીના સુપરવિજન હેઠળ પડાણા રોડ ઉપર આવેલ વરસાદી પાણીની આવ જે પીરાસર તળાવમા પાણી જાય છે તેને સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.