વાગડ કિન્નર સમાજ દ્વારા ભચાઉ અખાડા ખાતે બહુચરાજી માતાજી મંદીરે હવન યોજાયો - At This Time

વાગડ કિન્નર સમાજ દ્વારા ભચાઉ અખાડા ખાતે બહુચરાજી માતાજી મંદીરે હવન યોજાયો


વાગડ રાપર કિન્નર સમાજ દ્વારા આજરોજ ભચાઉ માં આવેલ કિન્નર અખાડા ખાતે બહુચરાજી માતાજી મંદીર ખાતે પ્રતિષ્ઠા હવન યોજવામાં આવ્યો હતો.દર વર્ષેની જેમ આ વર્ષે પણ કિન્નર સમાજ દ્વારા હવન સાથે માતાજી મંદીરે પૂજા આરતી અને રાશ ગરબા પણ યોજાયા હતા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વાગડ રાપર કિન્નર સમાજના ગુરૂ નિશા દે હીરા દે દ્વારા અનેક વખત સેવાકિય કાર્યો કરવામાં આવ્યા છે, અગાઊ પણ કોરોના કાળ દરમિયાન કિન્નર સમાજ દ્વારા ગરીબોને રાશન કીટ પણ વિતરણ કરવામાં આવી હતી. આજે કાર્યક્રમમાં ખાસ અતિથિ તરીકે અંજાર કિન્નર સમાજનાં ગુરૂ જયશ્રી દે પ્રેમીલા દે, રોહાથી શિલા દે બબીતા દે તથા સોફિયા દે નિશા દે હાજર રહ્યા હતા આવેલ અતિથિઓનું નિશા દે હીરા દે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું
9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image