કલેશ્વરી ખાતે પ્રાચીન કાળથી મહાશિવરાત્રી અનુલક્ષીને લોકહૈયાને હિલોળે ચડાવે તેવો ભવ્ય મેળો - At This Time

કલેશ્વરી ખાતે પ્રાચીન કાળથી મહાશિવરાત્રી અનુલક્ષીને લોકહૈયાને હિલોળે ચડાવે તેવો ભવ્ય મેળો


મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના કલેશ્વરી ખાતે પ્રાચીન કાળથી મહાશિવરાત્રી અનુલક્ષીને લોકહૈયાને હિલોળે ચડાવે તેવો ભવ્ય મેળો ભરાય છે. આ ભુમિ પર વર્ષોથી દેશભરના લોક કલાકારો અને વિચરતી -વિમુક્ત જનજાતિના કલાકારો નોંધપાત્ર સંખ્યામાં ઉમટી પડે છે. મહાન ગુજરાતી સર્જક પન્નાલાલ પટેલની નવલકથા મળેલા જીવનમાં વર્ણન પામેલી નાયક-નાયિકાનુ મિલન સ્થાન બનતી અને પ્રેમને ઓળખથી એવી અજોડ ઘડીનો ઈતિહાસ આ કલેશ્વરીની નાળને પન્નાલાલ પટેલે વર્ષો પહેલાં પોતાના નવલકથામાં આલેખ્યો છે. પુરાતત્વીય વારસો ધરાવતા કલેશ્વરી નાળ સમૂહમાં પ્રકૃતિની ગોંદમાં વસેલું નયનરમ્ય પ્રાકૃતિક વાતાવરણ, સાસું-વહુની વાવો, કલેશ્વરીમાતા, શિવ મંદિર, ભીમના પગલા, સ્નાનકુંડ અને કૂવો, તેમજ કલાત્મક કોતરણી અસલ સ્વરૂપમાં નિર્દોષભાવે આંખોને આંજી દે છે. અને હેડંબા વન તરીકે ઓળખાતો જંગલ વિસ્તાર અને અહીં વહેતા ખળખળ ઝરણાં અને વનોની વનરાજી મનમોહક આહલાદક વાતાવરણમાં મહા શિવરાત્રીનો મેળો યોજાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.